આ કારના `દિવાના` થયા ભારતના લોકો, ધનાધન થઇ રહ્યું છે વેચાણ
SUV (Sport Utility Vehicle) ને લઇને ભારતીયોનો પ્રેમ ખૂબ વધી રહ્યો છે અને વાહન ઉત્પાદકો પણ તેને સમજી રહ્યા છે, એટલા માટે પોતાના SUV પોર્ટફોલિયોને મજબૂત કરવામાં લાગ્યા છે. ગત પાંચ વર્ષોમાં 36 એસયૂવી મોડલ ભારતના બજારમાં ઉતારવામાં આવ્યા છે.
SUV's Sell In India: SUV (Sport Utility Vehicle) ને લઇને ભારતીયોનો પ્રેમ ખૂબ વધી રહ્યો છે અને વાહન ઉત્પાદકો પણ તેને સમજી રહ્યા છે, એટલા માટે પોતાના SUV પોર્ટફોલિયોને મજબૂત કરવામાં લાગ્યા છે. ગત પાંચ વર્ષોમાં 36 એસયૂવી મોડલ ભારતના બજારમાં ઉતારવામાં આવ્યા છે. ભારત એવું કાર બજાર રહ્યું છે જ્યાં હેચબેકનું વેચાન સૌથી વધુ થાય છે પરંતુ હવે શરૂઆતી સ્તરની અને મધ્યમ આકારની એસયૂવી કારો ઝડપથી લોકપ્રિય બની રહી છે. એટલા માટે આ શ્રેણીના નવા નવા મોડલ બજારમાં ઉતારવામાં આવી રહ્યા છે. મારૂતિ સુઝુકી ઇન્ડીયાના વરિષ્ઠ કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં એસયૂવી શ્રેણીમાં ઉલ્લેખનીય તેજી જોવા મળી છે. ઉદ્યોગમાં એસયૂવી શ્રેણીનું યોગદાન લગભગ 19 ટકા હતું, જે 2021-22 માં વધીને 40 ટકા થઇ ગયું છે. એ પણ વધતું જાય છે.
માર્કેટમાં બૂમ પડાવશે Mahindra, લોન્ચ કરશે 5 ઇલેક્ટ્રિક એસયૂવી અને પિકઅપ!
તો બીજી તરફ કિઆ ઇન્ડીયાના મુખ્ય વેચાણ અધિકારી મ્યુંગ-સિક સોને કહ્યું કે ભારતીયોમાં એસયૂવીની માંગ વધી રહી છે. તેનાથી ખબર પડે છે કે આજે ભારતીય 'બોલ્ડ' અને 'સ્ટાઇલિશ' વાહન ઇચ્છે છે. તેમણે કહ્યું કે અમે કેરેન્સને આ વર્ષે ઉતારી છે. પાંચ મહિનાથી ઓછા સમયમાં તેના 30,000 થી વધુ યૂનિટ વેચાઇ ચૂક્યા છે. જોકે તમને ખબર છે કે કેરેન્સને એસયૂવીમાં નહી પરંતુ એમપીવી શ્રેણીમાં ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે માંગ વધવાની સાથે શરૂઆતી સ્તરની એસયૂવી શ્રેણીને ગત વર્ષે સ્થાનિક પેસેન્જર વાહન બજારમાં મોટી ભાગીદારી રહી અને તેને 2011થી બજાર પર રાજ કરનાર પ્રીમિયમ હેચબેકને પાછળ છોડી દીધી.
કારનું AC બનાવી દેશે શિમલા-મનાલી જેવો ચિલ્ડ માહોલ! ફોલો કરો આ ટિપ્સ
ગત વર્ષે 30.68 લાખ યૂનિટ્સ કારોના વેચાણમાં 6.52 લાખ યૂનિટ શરૂઆતી સ્તરની એસયૂવી હતી. એટલું જ નહી ગત પાંચ વર્ષોમાં પેસેન્જર વાહન શ્રેણીમાં ઉતારવામાં આવેલા સર્વાધિક મોડલ કોમ્પેક્ટ અને મધ્યમ સ્તરની એસયૂવીના હતા. એસયૂવીનો ક્રેજ એટલો વધી રહ્યો છે કે કેટલાક સૌથી વધુ લોકપ્રિય મોડલ મેળવવા માટે લોકોને બે વર્ષ સુધી રાહ જોવી પડી રહી છે, પરંતુ ત્યારબાદ પણ કાર નિર્માતાઓને ઓર્ડર મળતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube