Price of Milk: નવા વર્ષ પહેલાં મોંઘવારીનો માર, આ કંપની વધાર્યા દૂધના ભાવ
Price of Milk: નવા વર્ષ પહેલાં સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
Mother Dairy Hikes Milk Rate: નવા વર્ષ પહેલાં સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે ડેરી વર્ષ 2022 માં દૂધના ભાવ 5 વખત વધારી ચૂકી છે. તાજેતરના વધારા પહેલાં માર્ચ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પોતાના દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર સુધી વધારાની જાહેરાત કરી છે. નવી કિંમતો મંગળવારથી લાગૂ થશે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રની મુખ્ય દૂધ વિક્રેરા ધર ડેરી તરફથી દૂધના ભાવમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં દરરોજ 30 લાખ લીટરથી વધુનું દૂધનું વેચાણ કરે છે.
કંપની શું કહ્યું?
મધર ડેરીએ કહ્યું ફૂલ ક્રીમ દૂધનો ભાવ હવે 66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જ્યારે ટોંડ દૂધના નવા ભાવ 53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. તો બીજી તરફ ડબલ ટોંડ દૂધના ભાવ વધાર્યા બાદ 47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
જોકે કંપનીએ ગાયની દૂધની થેલી તથા ટોકનથી ખરીદવામાં આવતાં દૂધના ભાવ વધારવામાં આવ્યા નથી. મધર ડેરીએ આ ભાવ વધારા માટે દુધ ઉત્પાદક ખેડૂતો પાસેથી કરવામાં આવતી ખરીદી ખર્ચના વધારાને જવાબદાર ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે દૂધ પ્રાપ્તિ ખર્ચ લગભગ 24 ટકા સુધી વધી ગયો છે.
કંપનીએ કહ્યું કે દુધ ઉદ્યોગ માટે આ એક અપ્રત્યાશિત વર્ષ રહ્યું છે. અમને તહેવારો બાદ પ્ણ ગ્રાહકો અને સંસ્થાઓ બંને પાસેથી માંગમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ કાચા દૂધની ખરીદી બાદ પણ તેજી પકડી શકી નથી.
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube