MRF Share: ટાયર બનાવનારી કંપની MRFના સ્ટોકે આજે 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી પાર કરી લીધી છે. આ પ્રથમવાર છે જ્યારે ભારતીય શેર બજારમાં કોઈ કંપનીનો શેર છ આંકડા પર પહોંચ્યો છે. શેર બજારમાં તમામ એક્સપર્ટ હજુ આ શેર પર બુલિશ જોવા મળી રહ્યાં છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે આ શેરની કિંમત 1.47 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહે છે એક્સપર્ટ
ઇનક્રેડ ઇક્ટિવિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ બિસ્સાએ કહ્યુ કે, MRFએ છેલ્લાં કેટલાક મહિનાથી સારૂ પ્રદર્શન કર્યું છે. આ શેર 1.15 લાખ રૂપિયાના સ્તર તરફ જતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્તિકા ઈન્વેસ્ટમાર્ટે કહ્યું કે તકનીકી ચાર્ટ વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે શેરમાં તેજીની સંભાવના છે. તો એન્જલ વનના ઓશો કૃષ્ણનને આશા છે કે આ શેર 1.20 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. 


એક મહિનાની ટાર્ગેટ પ્રાઇઝ
IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તા પ્રમાણે આ શેર આગામી એક મહિનામાં 1,05,000 રૂપિયાથી 1,10,000 રૂપિયા સુધી જઈ શકે છે. તો ફન્ડામેન્ટના આધાર પર શેરની એવરેજ ટાર્ગેટ પ્રાઇઝ 82274 રૂપિયા જોવા મળી રહી છે, જેમાં હાલની કિંમતના આધાર પર 18 ટકા ઘટાડાનો સંકેત આપે છે. નોંધનીય છે કે એમઆરએફ ભારતમાં સૌથી મોટી ટાયર નિર્માતા કંપની છે, જેનું પૂરુ નામ મદ્રાસ રબર ફેક્ટરી છે. 


આ પણ વાંચોઃ આ business ક્યાંય પણ શરૂ કરો, ધુમ થશે કમાણી, આ કામ તમે નોકરી સાથે પણ કરી શકશો


શેરની પ્રાઇઝ હિસ્ટ્રી
MRF ના શેરની પ્રાઇઝ હિસ્ટ્રી પર નજર કરીએ તો 27 એપ્રિલ 1993માં તેની કિંમત માત્ર 11 રૂપિયા પ્રતિ શેર હતી. આજે 13 જૂન 2023ના કારોબાર દરમિયાન આ શેર 100300 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. એટલે કે લગભગ 30 વર્ષમાં રોકાણકારોને 908990.91% નું જોરદાર રિટર્ન આપ્યું છે. આ હિસાબે જો કોઈએ 1993માં આ શેરમાં માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 91.18 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. 10 હજારના રોકાણના 30 વર્ષમાં 9 કરોડ રૂપિયા થઈ ગયા હોત.


આ રીતે જો તમે 20 વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો પણ જોરદાર ફાયદો થયો હોત. MRF ના શેર 13 જૂન 20003ના 1175 રૂપિયા પર હતા. એટલે કે વર્તમાન પ્રાઇઝ પ્રમાણે 8436 ટકાનું મલ્ટીબેગર રિટર્ન. તેનો મતલબ છે કે જો તમે 20 વર્ષ પહેલા એમઆરએફના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત વધીને 85.36 લાખ થઈ ગઈ હોત. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરમાં 32.47 ટકા અને એક વર્ષમાં 45.60 ટકાનો વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube