જિયો બાદ મુકેશ અંબાણીની વધુ એક કમાલ, જિયો ગીગા ફાઇબરથી બદલાશે લોકોની જીવન શૈલી
રિલાયન્સ જિયોની સફળતા બાદ રિલાયન્સ ગ્રુપ ડિજિટલ ક્ષેત્રે વધુ એક જાદુઇ લાકડી ફેરવવા જઇ રહ્યું છે. જિયો ગીગા ફાઇબરથી દેશમાં ખરા અર્થમાં ડિજિટલ ક્રાંતિ આવશે અને લોકોની જીવનશૈલી બદલાશે.
નવી દિલ્હી : રિલાયન્સ જિયોથી દેશમાં ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર મુકેશ અંબાણીએ રિલાયન્સની 41મી એજીએમમાં ડિજિટલ આઝાદીનો નારો આપ્યો છે. આગામી 15મી ઓગસ્ટથી શરૂ થનાર આ નવા ફિચર્સથી દેશમાં ડિજિટલ ક્રાંતિ આવશે. જિયો ગીગા ફાઇબરને એક નવા ગેમ ચેન્જરના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. ગુરૂવારે એજીએમમાં શેર હોલ્ડર્સને કંપનીની સફળતા અંગે જણાવતાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, આ નવા આયામથી દેશમાં ક્રાંતિકારી બદલાવ આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, 15 ઓગસ્ટથી દેશમાં ટીવી જોવાનો દ્રષ્ટિકોણ બદલાઇ જશે. જિયોએ સૌથી સસ્તા બ્રોન્ડબેન્ડ કનેકશન JioGigaFiber સર્વિસ શરૂ કરી, જિયો ગીગા રાઉટર અને ગીગા ટીવી સેટ ટોપ બોક્સ લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી.
નવા પ્રકારનું સેટ ટોપ બોક્સ
જિયો ગીગા ટીવીમાં વોઇસ કોલિંગની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું તે બુકિંગના એક કલાકમાં તમારા ઘરે JIO GIGA લાગી જશે. ગ્રાહકો માટે આ સારી સુવિધા હશે. કારણ કે અત્યારે સામાન્ય સેટ ટોપ બોક્સ લગાવવા માટે વધુ સમય જાય છે એવામાં અડધા કલાકમાં પીઝા ડિલીવરીની જેમ નિર્ધારિત સમયમાં જિયો સેટ ટોપ બોક્સ લાગી જશે. જે ગ્રાહકો માટે ઘણું સુવિધાભર્યું રહેશે.
આ પણ વાંચો : Jio GIGA TV અને JIOPhone-2 થયો લોન્ચ, RILAGM માં શું છે ખાસ? જાણો
ગીગા ટીવીમાં શુ હશે?
જિયો ગીગા ટીવી કોઇ અલગ ટીવી નથી. પરંતુ ગીગી ટીવીનો મતલબ ડિજિટલ ટીવી છે. જેની પર તમે 600 ચેનલ જોઇ શકશો. આ સુવિધા રિલાયન્સના સેટ ટોપ બોક્સને ટીવી સાથે જોડવાથી મળી શકશે. આ સેટ ટોપ બોક્સ જિયો ગીગા ફાઇબર એટલે કે એફટીટીએચ બ્રોડબેન્ડ સેવાથી સજજ હશે. સેટ ટોપ બોક્સમાં આ સુવિધા હશે.
રિલાયન્સ એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ શું કરી જાહેરાત? જાણો
જિયો ગીગા ફાઇબરની સુવિધાવાળા સેટ ટોપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે. જે ઘણી ભાષાઓમાં કામ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયો ગીગા ફાઇબરની શરૂઆતથી મોટા ટીવી સ્ક્રીન પર અલ્ટ્રા હાઇ ડેફિનેશન એન્ટરટેઇનમેન્ટની સુવિધા મળશે. લિવિંગ રૂમમાં મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાશે. સાથોસાથ વોઇસ એક્ટિવ વર્ચુઅલ આસિસ્ટંટ અને વર્ચુઅલ રિયલિટી ગેમિંગ, ડિજિટલ શોપિંગની પણ મજા લઇ શકાશે. એજીએમમાં આકાશ અંબાણીએ કહ્યું કે તમારા ઘરમાં વોલ ટૂ વોલ વાઇ ફાઇ કવરેજ હશે. દરેક ઉપકરણ, પ્લગ પોઇન્ટ, સ્વિચ સ્માર્ટ બની જશે. તમે 24 કલાક સુરક્ષા માટે એલર્ટ કરનાર કેમેરા લાગી શકશે. આ સુવિધાઓ જોતાં કહેવાય છે કે આ જાહેરાતથી એક તરફ ડિજિટલ ક્રાંતિની શરૂઆત થવા જઇ રહી છે.