નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનવાલ લોકો માટે 2018 ખરાબ રહ્યું. આ વર્ષે તેને 35841 અબજ રૂપિયા કે 511 અબજ ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષના પ્રથમ છ મહિના તેમના માટે સારા હતા, પરંતુ બાદના મહિનોમાં મંદીને કારણે વેચાણમાં નુકસાન થયું છે. પરંતુ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે 2018નું વર્ષ સારૂ રહ્યું છે આ દરમિયાન તેમની સંપત્તિમાં વધારો થયો છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક (Bloomberg Billionaires Index) પ્રમાણે વિશ્વના 500 સર્વાધિક ધનવાન લોકોની કુલ સંપત્તિ શુક્રવારે બજાર બંધ થયા સુધી 4.7 ટ્રિલિયન હતી. એક ટ્રિલિયનમાં 1000 અબજ હોય છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં કારોબારી કણાવ અને ટ્રેડ વોરને કારણે અમેરિકામાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી. આ કારણે વર્ષના અંતમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2012 બાદ પ્રથમવાર બન્યું છે કે, જ્યારે વાર્ષિક આધાર પર આ અબજોપતિઓની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. વર્ષની શરૂઆતમાં આ અબજોપતિઓની કુલ સંપત્તિ 5.6 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. નોર્દન ટ્રસ્ટ વેલ્થ મેનેજમેન્ટના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર કેટી નિક્સને જણાવ્યું કે, શરૂઆતમાં રોકાણકારો તેજીની આશા વ્યક્ત કરી રહ્યાં હતા, અમને મંદીની આશા ન હતી. પરંતુ અમને વૈશ્વિક વિકાસમાં ઘટાડાના જોખણનો આભાસ હતો. 


આ લોકો માટે ખરાબ રહ્યું 2018નું વર્ષ
વર્ષ 2018 ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ માટે સૌથી ખરાબ સાબિત થયું. આ વર્ષ તેમના માટે મુશ્કેલી ભર્યું રહ્યું કારણ કે ડેટા લીક સહિત ઘણા મોરચા પર આલોચનાઓનો સામનો કરવો પડ્યો. માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 2018મા 23.1 અબજ ડોલરથી ઘટીને 49.7 અબજ ડોલર રહી ગઈ છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ ઘટાડો તેની સંપત્તિમાં થયો છે. જાણીતા રોકાણકાર વોરેન બફેટ પણ મંદીથી બાકાત રહ્યાં નથી. 2018મા તેમની સંપત્તિ 6.37 અબજ ડોલરથી ઘટીને 78.9 અબજ ડોલર રહી ગઈ છે. બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 2.77 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 


આ લોકો માટે શાનદાર રહ્યું 2018
ભારતના સૌથી ધનવાલ વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 2018 દરમિયાન 2.94 અબજ ડોલરનો વધારો થયો છે. શુક્રવારે કારોબાર બંધ થવાના સમયે તેમની કુલ સંપત્તિ 43.3 અબજ ડોલર હતી. તે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 12મા સ્થાને છે. વિશ્વના સર્વાધિક ધનવાન વ્યક્તિ અને અમેરિકી ટેક્નોલોજી વ્યાપારી જેફ બેજોસ માટે 2018 સારૂ સાબિત થયું છે. આ દરમિયાન તેમની સંપત્તિમાં 16.1 અબજ ડોલરનો વધારો થયો છે. પહેલા છ મહિના દરમિયાન તેમની સંપત્તિ 69 અબજ ડોલરથી વધીને 168 અબજ ડોલર થઈ ગઈ હતી, પરંતુ બાદમાં તેમાં 53 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.