એશિયાના બીજા સૌથી અમીર અને દુનિયાના ટોચના અબજોપતિઓમાં 10માં સ્થાને બિરાજમાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી આજે 65 વર્ષના થયા. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનના બુલંદીઓ પર પહોંચવાની કહાની તમે અનેકવાર સાંભળી હશે પરંતુ મુકેશ અંબાણીની એવી પણ કેટલીક અજાણી વાતો છે જે તમે કદાચ ન જાણતા હોવ. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ થયો હતો. તેમનો જન્મ ભારતમાં નહીં પરંતુ દેશ બહાર થયો હતો. દિવંગત ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પુત્ર મુકેશનો જન્મ યમનમાં થયો હતો. ધીરુભાઈ તે સમયે યમનમાં વેપાર કરતા હતા. 1980ના દાયકામાં મુકેશ અંબાણી કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ યુનિ.માં એમબીએનો અભ્યાસ કરતા હતા. પરંતુ  ભારતમાં પિતાનો કારોબાર સંભાળવા માટે તેમણે ભારત પાછા ફરવું પડ્યું અને એમબીએનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. તેમણે 1981માં પિતા ધીરુભાઈ અંબાણી સાથે મળીને રિલાયન્સ પેટ્રોલિયમ રસાયણની શરૂઆત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાકાહારી છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણી વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ સંપૂર્ણપણે શાકાહારી છે. એક રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેનને ઈડલી ખુબ ભાવે છે. રોજ ભોજનમાં દાળ, ચોખા અને રોટલી ખાવાનું પસંદ છે. આ સિવાય તેમને એક રેસ્ટોરન્ટ એવી છે જેનું ભોજન ખુબ ભાવે છે. મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની મનગમતી રેસ્ટોરન્ટ મુંબઈની કેફે મૈસૂર છે. તેમણે જણાવ્યું હતું કે તેમને આ રેસ્ટોરન્ટના ઈડલી સંભાર ખુબ જ ભાવે છે. ફે મૈસૂર હોટલમાં એક પ્લેટ ઈડલી સંભારનો ભાવ 45થી 50 રૂપિયા છે. મુકેશ અંબાણી જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતાં ત્યારથી તેઓ આ રેસ્ટોરન્ટમાં જતા હતાં. આજે પણ તેઓ આ રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાંથી ઘરે ખાવાનું પણ મંગાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણીએ પોતાના પુત્ર આકાશ અંબાણીના રિસેપ્શનની પાર્ટીમાં પણ સાઉથ ઈન્ડિયન ભોજનનો કોન્ટ્રાક્ટ કૈફે મૈસૂરને આપ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube