એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઓક્ટોબરમાં મોટું નુક્સાન સહન કરવાનો આવ્યો છે. ઓક્ટોબરમાં સતત ઘટતા જતા શરેબજારને કારણે ભારતની સૌથી મોટી કંપનીને ઝટકો લાગ્યો છે. વિદેશી રોકાણકારો ચીનના શેરબજાર તરફ વળતાં ભારતને ઝટકો લાગ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરમાં કેટલો ઘટાડો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઓક્ટોબરમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક જ મહિનામાં આ કંપનીના શેર 8 ટકા ડાઉન થયા છે. શેરબજારમાં ઘટાડાની અસર રિલાયન્સ પર પડી છે. રોકાણકારો ચીન ભાગતાં ભારતીય કંપનીઓ પર તેની અસર જોવા મળી રહી છે.


કેટલા રૂપિયાનું નુક્સાન
દેશની સૌથી મોટી કંપનીના શેરમાં ઓક્ટોબર મહિનામાં 236 રૂપિયાનું નુક્સાન થયું છે. શેરબજારમાં તેજી બાદ સતત ઘટતા જતા બજારે હાહાકાર મચાવ્યો છે. 


30 સપ્ટેમ્બરના રોજ શેરનો ભાવ
30 સપ્ટેમ્બરના રોજ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 2953 રૂપિયા જોવા મળ્યો છે. જેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 


18 ઓક્ટોબરે શેરનો ભાવ
ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વેપારના છેલ્લા દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 2717.55 રૂપિયાએ પહોંચ્યો હતો. આમ એક જ મહિનામાં શેરના ભાવમાં 200 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. 


માર્કેટ કેપમાં નુક્સાન
ઓક્ટોબર મહિનામાં કંપનીના શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે રિલાયન્સના માર્કેટ કેપમાં 1.59 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 


30 સપ્ટેમ્બરના રોજ માર્કેટ કેપ
30 સપ્ટેમ્બરના રોજ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 19,98,570 કરોડ રૂપિયા હતું. આ સાથે એવા પણ સમાચાર છે કે , રિલાયન્સની સબસિડિયરી વાયાકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાના મર્જર પૂર્ણ થયા બાદ 'Jio સિનેમા'ને 'Disney+ Hotstar'માં મર્જ કરવામાં આવી શકે છે. આ રીતે, કંપની આખરે Disney + Hotstar પ્લેટફોર્મને ચાલુ રાખી શકે છે, જ્યારે Jio સિનેમાને બંધ કરી શકે છે. 


18 ઓક્ટોબરના રોજ માર્કેટ કેપ
18 ઓક્ટોબરના રોજ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18,38,721 રૂપિયા રહી ગયું છે. મુકેશ કાકાની દિવાળી શેરબજારે બગાડી દીધી છે. Jio Cinema ને Disney + Hotstar સાથે મર્જ કરવાનું એક કારણ Disney + Hotstar એ Google Play Store પર 50 કરોડથી વધુ ડાઉનલોડ્સ ધરાવે છે. જ્યારે Jio સિનેમાના ડાઉનલોડની સંખ્યા માત્ર 10 કરોડ છે. એટલું જ નહીં, Disney+ Hotstar પાસે 3.55 કરોડ પેઇડ સબસ્ક્રાઇબર્સ છે.