Ambani Share: 20 રૂપિયાની નિચે આવ્યો મુકેશ અંબાણીની આ કંપનીનો શેર, અચાનક રોકાણકારોની ભારે ખરીદી, જાણો
Mukesh Ambani Share: ટેક્સટાઇલ કંપનીનો શેર મંગળવારે અને 07 જાન્યુઆરીના રોજ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 19.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 39.24 રૂપિયા છે. આ ભાવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હતા.
Mukesh Ambani Share: ગયા સોમવારના મોટા ઘટાડા બાદ ભારતીય શેરબજાર મંગળવારે અને 7 જાન્યુઆરીના રોજ ફરી એકવાર રિકવરી મોડમાં જોવા મળ્યું હતું. આ વાતાવરણમાં પણ કેટલીક કંપનીઓના શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. આવો જ એક શેર ટેક્સટાઇલ કંપનીનો છે.
મંગળવારે આ કંપનીનો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 19.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગ દરમિયાન શેરમાં રિકવરી જોવા મળી હતી અને તેની કિંમત 1.25% વધીને રૂ. 20.20 સુધી પહોંચી હતી. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 39.24 રૂપિયા છે. આ ભાવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હતો.
તમને જણાવી દઈએ કે આલોક ઇન્ડસ્ટ્રીઝ(Alok Industries) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શનનું સંયુક્ત સાહસ છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પાસે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે 34.99 ટકા હિસ્સો છે. પબ્લિક શેરધારકોની વાત કરીએ તો હિસ્સો 25 ટકા છે.
આ દેશમાં છોકરીઓ નથી બાંધી શકતી ચોટલી, લાગુ કરવામાં આવ્યા છે અજીબ નિયમ
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આલોક ઈન્ડસ્ટ્રીઝની ખોટ વધી હતી. આ ક્વાર્ટરમાં કંપનીની ખોટ વધીને રૂ. 262.10 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં કંપનીએ રૂ. 174.83 કરોડની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક 35.46 ટકા ઘટીને રૂ. 885.66 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂ. 1,372.34 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 25.45 ટકા ઘટીને રૂ. 1,160.63 થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આલોક ઈન્ડસ્ટ્રીઝની અન્ય આવક સહિત કુલ આવક 34.97 ટકા ઘટીને રૂ. 898.78 કરોડ થઈ છે.
આલોક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના વર્ષ 1986માં પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવી હતી. વર્ષ 1989 માં, કંપનીએ પ્રથમ પોલિએસ્ટર ટેક્સચરાઇઝિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 1993 સુધીમાં કંપની પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ. કંપની તેના 5 મુખ્ય વિભાગો દ્વારા કાર્ય કરે છે. આ વિભાગોમાં પોલિએસ્ટર ઉપરાંત હોમ ટેક્સટાઇલ, કોટન યાર્ન, એપેરલ ફેબ્રિક, ગાર્મેન્ટ્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ, ટેક્સટાઇલ એસેસરીઝ છે. કંપનીએ મિલેટાની કેટલીક બ્રાન્ડ્સ જેવી કે એરબા અને લોર્ડ નેલ્સન ભારતીય બજારમાં લોન્ચ કરી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)