મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL) ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ સોમવારે 45મી વાર્ષિક સાધારણ સભા (Reliance AGM) માં પોતાની પુત્રી ઈશાનો પરિચય ગ્રુપના રિટેલ બિઝનેસના મુખિયા તરીકે કરાવ્યો હતો. આ સાથે તેમની ઉત્તરાધિકારી યોજનાનો મોટો સંકેત મળી ગયો છે. આ પહેલા મુકેશ અંબાણીએ પુત્ર આકાશને ગ્રુપના ટેલિકોમ એકમ રિલાયન્સ જિયોના ચેરમેન નોમિનેટ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાને મળી મોટી જવાબદારી
45મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ ઈશાનો પરિચય રિટેલ બિઝનેસના વડા તરીકે કરાવ્યો. તેમણે ઈશા અંબાણીને રિટેલ કારોબાર વિશે બોલવા માટે બોલાવતા સમયે તેને મુખિયા ગણાવી હતી. ઈશાએ વોટ્સએપનો  ઉપયોગ કરતા ઓનલાઇન કરિયાણા ઓર્ડર કરવા અને ઓનલાઇન ચુકવણી કરવા સાથે જોડાયેલું એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. 


આ પણ વાંચોઃ થઈ જાવ તૈયાર! રિલાયન્સ લોન્ચ કરશે સસ્તો Jio 5G સ્માર્ટફોન, મુકેશ અંબાણીએ કરી જાહેરાત


65 વર્ષીય મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છે. ઈશા અને આકાશ બંને જુડવા ભાઈ-બહેન છે, જ્યારે અનંત સૌથી નાનો છે. ઈશાના લગ્ન પીરામલ સમૂહના આનંદ પીરામલ સાથે થયા છે. રિલાયન્સ ગ્રુપ મુખ્યત્વેઃ ત્રણ કારોબારમાં છે, ઓયલ રિફાઇનિંગ એન્ડ પેટ્રોલ કેમિકલ્સ, રિટેલ બિઝનેસ અને ડિજિટલ બિઝનેસ છે. તેમાં રિટેલ અને ડિજિટલ બિઝનેસ પૂર્ણ માલિકી હકવાળા એકમોને અધીન છે. તો તેલ-થી-રસાયણ કે ઓ2સી કારોબાર રિલાયન્સ હેઠળ આવે છે. નવીન ઉર્જા કારોબાર પણ મૂળ કંપનીનો ભાગ છે. તો મુકેશ અંબાણીએ પોતાના નાના પુત્રને ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સોંપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube