Mukesh Ambani Received Death Threat : મુકેશ અંબાણીને મળી ધમકી, કહ્યું- 20 કરોડ નહીં આપો તો મારી નાખીશું
Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. મળતી માહિતી મુજબ ધમકી આપનારાએ કહ્યું છે કે અમારી પાસે બેસ્ટ શૂટર્સ છે, અમે તમને મારી નાખીશું. મળતી માહિતી મુજબ આ ધમકી ગુરુવારે (27 ઓક્ટોબર)ના રોજ સાંજે મળી હતી.
શું લખ્યું છે ઈમેઈલમાં
પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ 27 ઓક્ટોબરના રોજ મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર એક અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો ઈમેઈલ મોકલ્યો. ઈમેઈલમાં લખ્યું છે કે 'IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in india'. આ ઈમેઈલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 387 અને 506 (2) હેઠળ FIR દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube