Mukesh Ambani Threat: મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 400 કરોડની ડિમાન્ડ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને ત્રીજી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે 400 કરોડની માંગણી કરવામાં આવી છે.
Mukesh Ambani Death Threat: એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને ત્રીજી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ પહેલા મુકેશ અંબાણીને બે વખત ધમકી મળી હતી. પ્રથમ વખત મુકેશ અંબાણી પાસેથી 20 કરોડ રૂપિયાની અને બીજી વખત 200 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
નિવૃત થાવ ત્યારે ઇચ્છો છો 1 કરોડનું ફંડ? અહીં જાણો કેવી રીતે કરશો તેનું પ્લાનિંગ
સોમવારે મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ કરી શકશે નહીં. ત્રીજો ધમકીભર્યો ઈમેલ પણ એ જ સરનામે આવ્યો છે જેમાંથી અગાઉના બે ધમકીભર્યા ઈમેલ આવ્યા હતા. ત્રીજા મેલમાં રકમ બમણી કરીને 400 કરોડ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે.
કરવા ચોથ પર પત્ની માટે સોનાની ભેટ ખરીદવા જતાં પહેલાં જાણી લેજો ભાવ
મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે જાણકારી
દરમિયાન, મુંબઈ પોલીસ બંને મેલની તપાસ કરવામાં અને મોકલનારનું લોકેશન શોધવામાં વ્યસ્ત છે. પોલીસે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની (VPN) તરફથી મોકલવામાં આવેલા ધમકીભર્યા મેઈલની માહિતી મેળવવા ઈન્ટરપોલની મદદ માંગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું આઈપી એડ્રેસ બેલ્જિયમનું છે અને આ મેઈલ shadabkhan@mailfence.com પરથી મોકલવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય દેશની હોઈ શકે છે. તે ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયન VPN નો ઉપયોગ કરી રહ્યું છે.
દિવાળીમાં માલામાલ થઈ જશો : આ શેર મળે તો સ્ટોપલોસ રાખીને ટાર્ગેટ ભાવે ખરીદી લો
'પોલીસ મારી ધરપકડ કરી શકે નહીં'
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમારી સુરક્ષા કેટલી કડક છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પોલીસ મને ટ્રેક કરીને ધરપકડ કરી શકતી નથી. આ ધમકી બાદ મુંબઈ પોલીસે અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે.
અંબાણીના સિક્યોરિટી ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને પહેલો ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો અને બીજા દિવસે 200 કરોડ રૂપિયાની માંગ સાથે બીજો મેલ આવ્યો હતો.
દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube