Mukesh Ambani Networth: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) વડા મુકેશ અંબાણી (Mukesh Ambani)એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અહેવાલો અનુસાર તેમની કુલ સંપત્તિ $116 બિલિયન છે અને તે દરરોજ કરોડો રૂપિયા કમાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની રોજની કમાણી કેટલી છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaire Index) દ્વારા પ્રકાશિત વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી 12મા ક્રમે છે. આ જ યાદીમાં અન્ય ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો (Gautam Adani) પણ સમાવેશ થાય છે, જેમની કુલ સંપત્તિ $104 બિલિયન છે. ચાલો જાણીએ કે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણીની રોજની કમાણી કેટલી હશે.


એશિયાનેટના અહેવાલ મુજબ, મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દરરોજ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. મુકેશ અંબાણીએ પોતાના પુત્ર અનંતના લગ્નમાં 5 હજાર કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાના અહેવાલો છે. એક અંદાજ મુજબ જો કોઈ સામાન્ય વ્યક્તિ દર વર્ષે 4 લાખ રૂપિયા કમાય છે તો તેને મુકેશ અંબાણીના (Mukesh Ambani) સ્તર સુધી પહોંચવામાં 1.74 કરોડ વર્ષ લાગશે. કેટલાક અહેવાલો અનુસાર, મુકેશ અંબાણી તેમની કંપનીઓમાંથી દર વર્ષે 15 કરોડ રૂપિયાનો પગાર લે છે. જોકે, મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કોરોના બાદ કોઈ પગાર લીધો નથી. સેલરી સિવાય મુકેશ અંબાણી (Mukesh Ambani) દરરોજ 163 કરોડ રૂપિયા કમાય છે.


આ પૈસા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાંથી આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ, ઓઈલ, ટેલિકોમ, રિટેલ સહિતના અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. આ સિવાય મુકેશ અંબાણીએ મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયા (Antilia)સહિત રિયલ એસ્ટેટમાં ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. અંબાણી પરિવારના સત્તાવાર નિવાસસ્થાન એન્ટિલિયાની (Antilia) કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.


કેટલાક અહેવાલો કહે છે કે 2020થી જ મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભારતમાં લગભગ 24 ટકા લોકો દર મહિને માત્ર 3,000 રૂપિયા કમાઈ શકે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના (Nita Ambani)કપડાં અને ઘરેણાની કિંમત પણ કરોડોમાં છે. અનંત અંબાણીના (Anant Ambani) લગ્ને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નની વિધિઓ ત્રણ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહી.