Ethanol Blending Petrol: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી મોબિલિટી (BP Mobility) ના જોઈન્ટ વેન્ચેર Jio-BP તરફથી E20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પેટ્રોલમાં ઈથેનોલનું 20 ટકા મિશ્રણ હોય છે. બંને  કંપનીઓના જોઈન્ટ વેન્ચર તરફથી કહેવામાં આવ્યું કે પેટ્રોલ હાલ પસંદગીના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે. અત્રે જણાવવાનું કે ઈન્ડિયા એનર્જી વીક દરમિયાન પીએમ મોદીએ આ અઠવાડિયે ઈ-20 પેટ્રોલનું વેચાણ શરૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈથેનોલ બ્લેન્ડ પેટ્રોલનું વેચાણ
પીએમ મોદીએ આ પેટ્રોલની શરૂઆત ત્રણ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ માટે કરી હતી. પરંતુ હવે જિયો-બીપીએ પણ 20 ટકા એથેનોલ બ્લેન્ડ પેટ્રોલના વેચાણ અંગે જાણકારી આપી. કંપની તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું કે E20 પેટ્રોલને માર્કેટમાં લોન્ચ કરી દેવાયું છે. આ E20  પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ હશે. 


વધુ એક મોટી આફતના એંધાણ, ભારતમાં લાખો લોકોનું જીવન જોખમમાં


આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા...નહીં તો જીવન તબાહ થઈ જશે! 


સર્વેના આંકડાએ ભાજપને ચોંકાવ્યું, 2024માં જાણો કોની બની શકે છે સરકાર


ઈથેનોલ મિક્સ પેટ્રોલ બજારમાં 
જિયો-બીપી દેશની પહેલી એવી પ્રાઈવેટ કંપની છે જેણે એથેનોલ મિક્સ પેટ્રોલ બજારમાં ઉતાર્યું છે. હાલ આ પેટ્રોલ દિલ્હી, મુંબઈ સહિત દેશના મર્યાદિત શહેરોમાં પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે. આવનારા સમયમાં તેને અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે. સરકાર તરફથી આ માટે ઘણા સમયથી કામ થઈ રહ્યું હતું. 


સરકારનું પ્લાનિંગ
હકીકતમાં સરકારનું પ્લાનિંગ ક્રૂડ ઓઈલના બિલને ઓછું કરવાનું છે. આ માટે સરકાર સતત પેટ્રોલના ઓપ્શન પર કામ કરી રહી છે. જે હેઠળ ઈથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ શરૂ કરાયું છે. આ માટે ઉર્જા સુરક્ષા, ઓછું કાર્બન ઉત્સર્જન, સારી વાયુ ગુણવત્તા, આત્મનિર્ભરતા, પરાલી જેવા અવશેષોનો પ્રયોગ કરીને ખેડૂતોની આવક વધારવા માટે સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube