નીતા અંબાણીએ પુત્રવધૂને ગિફ્ટ કર્યો 300 કરોડનો હાર, પસંદ કરવામાં લાગ્યો આટલો સમય
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રિત રિવાજ મુજબ થયા હતા
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રિત રિવાજ મુજબ થયા હતા.
આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. આ લગ્નની ભવ્યતાના સમાચાર ન્યૂઝપેપરથી માંડીને ટીવીમાં ખૂબ ચાલ્યા હતા. લગ્નના વીડિયોઝ અને ફોટોઝ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.
સમાચારોનું માનીએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લગ્નની વ્યવસ્થા માટે સૌથી બેસ્ટ વસ્તુઓની પસંદગી કરી હતી અને જ્યારે મુંહ દિખાઇની વાત આવે તો નીતા અંબાણી કેવી રીતે પાછળ રહી શકે છે. મુંહ દિખાઇ માટે નીતા અંબાણીને ઘણો સમય લાગ્યો હતો. તે ઇચ્છતી હતી કે કોઇ અનમોલ વસ્તુ આપવામાં આવે. ખૂબ સર્ચ કર્યા બાદ નીતા અંબાણીએ શ્લોકા માટે એક હીરાનો હાર પસંદ કર્યો.
સાંભળવામાં તો આ તમને એક સામાન્ય વાત લાગશે પરંતુ જ્યારે આ હીરાના હારની કિંમત જાણશો તો તમારી આંખો પહોળી થઇ જશે. Womanseara ના રિપોર્ટ્સ અનુસાર આ હારની કિંમત 300 કરોડ રૂપિયા છે. પહેલાં તો પોતાના પરિવારના વારસાનો સોનાનો હાર શ્લોકાને આપવાની હતી.