Reliance Industries Bonus Share: શેરબજારમાં આજે ભૂકંપ આવ્યો છે. બજાર તૂટી ગયું છે પણ સારા સમાચાર એ છે કે, ઓગસ્ટના અંતમાં યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ શેરધારકોને બોનસ શેર આપવાનો સંકેત આપ્યો હતો, જેને હવે લીલીઝંડી મળી ગઈ છે. હવે કંપનીના પાત્ર શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શેરના બદલામાં વધુ એક શેર આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું હશે રેકોર્ડ ડેટ?
કંપની લાયક શેરધારકોને આઈડેંટીફાઈ કરવા માટે ટૂંક સમયમાં રેકોર્ડ ડેટ જાહેર કરશે. જો કે હજુ સુધી આ માટે કોઈ તારીખ આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે 29 ઓગસ્ટે યોજાયેલી એજીએમમાં ​​મુકેશ અંબાણીએ પહેલાથી જ સંકેત આપ્યા હતા કે કંપની ટૂંક સમયમાં શેરધારકોને બોનસ શેર આપશે.


તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી છઠ્ઠી વખત તેના શેરધારકોને બોનસ શેર આપવા જઈ રહી છે. અગાઉ, કંપનીએ 1980, 1983, 1997, 2009 અને 2017માં એક શેર માટે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી.


બોનસ શેરનો અર્થ શું છે?
બોનસ શેર એ વધારાના શેર છે જે કંપનીના હાલના શેરધારકોને કોઈ વધારાના ખર્ચ વિના આપવામાં આવે છે, જે શેરધારક પાસેના શેરોની સંખ્યાના આધારે છે.


તમે જાણો છે બોનસ શેરથી કંપનીને કઈ રીતે થાય છે ફાયદો-
કંપનીઓ છૂટક રોકાણકારો માટે તેમના સ્ટોકને સરળ બનાવવા માટે બોનસ શેર જારી કરે છે. ખાસ કરીને આ ત્યારે થાય છે જ્યારે શેરની કિંમત ઘણી વધી જાય છે. જ્યારે કોઈ કંપની બોનસ શેરની જાહેરાત કરે છે, ત્યારે શેરધારકોને તેનો સીધો લાભ મળે છે, કારણ કે તેમને બમણા શેર મળે છે. બોનસ શેર મળવાથી તે કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. ઉપરાંત, કંપની કોઈપણ વધારાના પૈસા ખર્ચ્યા વિના આગળ વધી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 3,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.