એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો કારોબર સતત વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ એક બાદ એક કંપનીઓને પોતાના પોર્ટ ફોલિયોમાં સામેલ કરી રહી છે. આ ક્રમમાં અંબાણીની ઝોળીમાં વધુ એક ફેશન કંપની સામેલ થવાની છે. જેના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવા માટેની ડીલ પર મહોર લાગી છે. અમદાવાદ સ્થિત લાલભાઈ ફેમિલીની પ્રમોટેડ કંપની અરવિંદ ફેશને આ અંગે જાણકારી શુક્રવારે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારને આપી જાણકારી
અરવિંદ ફેશન તરફથી શેરબજારને અપાયેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્યુટી પ્રોડક્ટ્સ ડિવિઝન Sephora ની પૂરી ભાગીદારી વેચવા અને હસ્તાંતરણ માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Relianve Retail) ની પૂર્ણસ્વામિત્વવાળી સબ્સિડરી કંપની રિલાયન્સ બ્યૂટી એન્ડ પર્સનલ કેર લિમિટેડ સાથે એક કરાર કરવામાં આવ્યો છે. આ કરારની જાણકારી શેર કરતા ફેશન કંપનીએ કહ્યું કે આ ડીલની બધી ઔપચારિકતાઓ પૂરી થયા બાદ અરવિંદ બ્યૂટી બ્રાન્ડ્સ રિટેલ તેમની સહાયક કંપની રહેશે નહીં. 


99 કરોડ રૂપિયામાં થશે ડીલ
રોયટર્સના રિપોર્ટ મુજબ કંપની તરફથી ફાઈલિંગ આ ડીલની રકમનો પણ ખુલાસો કરાયો છે. અરવિંદ ફેશન મુજબ કંપનીના બ્યૂટી પ્રોડક્ટ ડિવિઝનની સંપૂર્ણ ઈક્વિટી ભાગીદારીની ખરીદી મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ દ્વારા 99.02 કરોડ રૂપિયા કે 11.89 મિલિયન ડોલરમાં કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં અરવિંદ બ્યૂટી બ્રાન્ડ્સ રિટેલનો કારોબાર 336.70 કરોડ રૂપિયા હતો. અરવિંદ ફેશનના એકીકૃત રાજસ્વમાં બ્યૂટી સેગમેન્ટના બિઝનેસનું યોગદાન 7.60 ટકા રહ્યું. 


ખરીદીના સમાચારથી શેર ઉછળ્યા
શુક્રવારે ભારતીય શેર બજાર લીડ સાથે બંધ  થયું. બીએસઈનું 30 શેરવાળો સેન્સેક્સ 282.88 અંકની તેજી સાથે 64363.78ના લેવલ પર બંધ થયો જ્યારે એનએસઈનો નિફ્ટી 97.35 અંક ચડીને 19230.60 ના સ્તરે બંધ થયો. બજારમાં તેજી વચ્ચે આવેલી મુકેશ અંબાણીની રિલાયન્સ સાથે આ ડીલના સમાચારની અસર અરવિંદ ફેશનના શેર ઉપર પણ જોવા મળી અને તે રોકેટ ગતિથી ભાગ્યા. દિવસના કારોબાર દરમિયાન અરવિંદ ફેશનના શેર લગભગ 10 ટકા ઉછળીને 362.20 રૂપિયા પર પહોંચી ગયા. જો કે ટ્રેડ પૂરો થતા સુધીમાં તેમાં ઘટાડો પણ થયો. આમ છતાં 5.85 ટકાની લીડ સાથે 344 રૂપિયાના સ્તરે ક્લોઝ થયા હતા. 


ઈશા અંબાણીના નેતૃત્વમાં વધ્યો રિલાયન્સ રિટેલનો કારોબાર
નોંધનીય છે કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડાયરેક્ટર છે અને તેમના નેતૃત્વમાં કંપનીનો કારોબાર સતત વધી રહ્યો છે. એક પછી એક ડીલથી રિલાયન્સ રિટેલનો પોર્ટફોલિયો વધુ મજબૂત બની રહ્યો છે. અરવિંદ ફેશનની સાથે થયેલી હાલની ડીલ અગાઉ પણ તાજેતરમાં રિલાયન્સ રિટેલે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની કંપની એડ અ-મમ્મામાં 51 ટકાની બહુમત ભાગીદારીનું અધિગ્રહણ કર્યું હતું. 


(ખાસ નોંધ- શેર બજારમાં કોઈ પણ પ્રકારના રોકાણ પહેલા તમારા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube