Mukesh Ambani Net Worth: રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝના માલિક અને ચેરમેન મુકેશ અંબાણીને ગત અઠવાડિયે ભારે નુકસાન થયું છે. ગત અઠવાડિયે શેર માર્કેટમાં આવેલા ઘટાડાના કારણે માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 22 હજાર કરોડથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાંથી આઠના મૂલ્યાંકનમાં રૂ.1,65,180.04 કરોડનો ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક અને સાર્વજનિક ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકને સૌથી વધુ નુકસાન થયું છે. ગત અઠવાડિયે બીએસઈ સેન્સેક્સમાં 1,906.01 પોઈન્ટ અથવા તો 2.39 ટકાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે ગુરુનાનક જયંતીના દિવસે શેર બજાર બંધ રહ્યું હતું. 


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પણ નુકસાન
એસબીઆઈનું કેપિટલાઇઝેશન 34,984.51 કરોડ રૂપિયા ઘટીને 7,17,584.07 કરોડ રૂપિયા રહ્યું છે. હિન્દુસ્તાન યૂનિલીવરનું મૂલ્યાંકન 27,830.91 કરોડ રૂપિયા ઘટીને 5,61,329.10 કરોડ રૂપિયા અને રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન 22,057.77 કરોડ રૂપિયા ઘટીને 17,15,498.91 કરોડ રૂપિયા રહી ગયું છે. 


ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન (mcap) રૂ. 15,449.47 કરોડ ઘટીને રૂ. 5,82,764.02 કરોડ અને ભારતી એરટેલનું mcap રૂ. 11,215.87 કરોડ ઘટીને રૂ. 8,82,808.73 કરોડ થયું હતું. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું મૂલ્યાંકન રૂ. 4,079.62 કરોડ ઘટીને રૂ. 5,74,499.54 કરોડ અને ICICI બેન્કનું મૂલ્ય રૂ. 2,832.38 કરોડ ઘટીને રૂ. 8,85,599.68 કરોડ થયું હતું.


ઈન્ફોસિસ અને ટાટા કન્સલ્ટેન્સીને ફાયદો
જોકે, ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13,681.37 કરોડ વધીને રૂ. 7,73,962.50 કરોડ થયું છે. આ સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો એમકેપ રૂ. 416.08 કરોડ વધીને રૂ. 15,00,113.36 કરોડ થયો છે.


રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ મૂલ્યવાન ઘરેલૂ કંપની બની રહી છે, ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીબેંક, ભારતી એરટે, ઈન્ફોસિસ, ભારતીય સ્ટેટ બેંક, આઈટીસી, એલઆઈસી અને હિન્દુસ્તાન યૂનિલીવર યાદીમાં આવે છે.