Share Market: સેન્સેક્સની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચનું માર્કેટ વેલ્યુએશન (માર્કેટ કેપ) ગયા સપ્તાહે રૂ. 1,13,117.17 કરોડ વધ્યું છે. ભારતી એરટેલમાં સૌથી વધુ ફાયદો થયો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક અને ઈન્ફોસિસની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતીય સ્ટેટ બેન્ક (SBI), ભારતીય જીવન વીમા નિગમ (LIC), આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવરના વેલ્યુએશનમાં ઘટાડો નોંધાયો છે. ગયા સપ્તાહે BSEના 30 શેરના સેન્સેક્સ 623.07 પોઈન્ટ અથવા 0.76 ટકાનો વધારો થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90.5 પોઈન્ટ અથવા 0.36 ટકા વધ્યો હતો.


આગામી અઠવાડિયામાં શેરબજારમાં કેવી રહેશે હિલચાલ! આ 5 ફેક્ટર્સ જાણીને કરજો રોકાણ


એરટેલના શેર હોલ્ડર્સ થયા માલામાલ
સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 47,836.6 કરોડ વધીને રૂ. 9,57,842.40 કરોડ થયું હતું. ઈન્ફોસિસનું બજાર મૂલ્ય રૂ. 31,826.97 કરોડ વધીને રૂ. 8,30,387.10 કરોડ થયું છે. HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 11,887.78 કરોડ વધીને રૂ. 14,31,158.06 કરોડ અને ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 11,760.8 કરોડ વધીને રૂ. 9,49,306.37 કરોડ થયું છે. TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 9,805.02 કરોડના ઉછાળા સાથે રૂ. 16,18,587.63 કરોડ થયું હતું.


મુકેશ અંબાણીના ડૂબ્યા 52 હજાર કરોડ
આ વલણથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 52,031.98 કરોડ ઘટીને રૂ. 17,23,144.70 કરોડ થયું હતું. LICનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 32,067.73 કરોડ ઘટીને રૂ. 5,89,869.29 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું મૂલ્યાંકન રૂ. 22,250.63 કરોડ ઘટીને રૂ. 5,61,423.08 કરોડ થયું હતું.


આ છે વિશ્વની સૌથી ખતરનાક હોટેલ! પહોંચવા માટે ઓળંગવા પડે છે 7 ખોફનાક કોઠા


ભારતીય સ્ટેટ બેન્ક (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 2,052.66 કરોડ ઘટીને રૂ. 7,69,034.51 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂ. 1,376.19 કરોડ ઘટીને રૂ. 5,88,195.82 કરોડ થયું હતું. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. ત્યાર બાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, SBI, LIC, ITC અને હિન્દુસ્તાન યુનિલિવર છે.