નવી દિલ્હીઃ કેમિકલ ઈન્સ્ટ્રી સાથે જોડાયેલી કંપની અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં ઈન્વેસ્ટરોને 8600 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોક આ પીરિયડમાં 28 રૂપિયાથી વધી 2400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સ (Alkyl Amines Chemicasl) ના સ્ટોકનું 52 સપ્તાહની હાઈ લેવલ 3230.15 છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 2119.05 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોરદાર રિટર્ન, 1 લાખના બન્યા 87 લાખ રૂપિયા
અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સના શેર 12 જુલાઈ 2013ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 28 રૂપિયા પર હતા. કંપનીના  શેર 2 જૂન 2023ના બીએસઈમાં 2449.50 રૂપિયા પર બંધ થયા હતા. અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં ઈન્વેસ્ટરોને 8649 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 12 જુલાઈ 2013ના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો આજે તેની કિંમત 87.47 લાખ રૂપિયા હોત. 


આ પણ વાંચો- Indian Railways આપી રહી છે 80,000 રૂપિયા કમાવાની તક, જાણો શું છે સરકારનો પ્લાન?


60000% થી વધુ ગયા શેર, 20 વર્ષમાં ગજબ ઉછાળ
અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સ (Alkyl Amines Chemicasl) ના સ્ટોકે છેલ્લા0 20 વર્ષમાં ઈન્વેસ્ટરોને 60681 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 14 ઓગસ્ટ 2003ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4.03 રૂપિયા પર હતા. અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સના શેર 2 જૂન 2023ના બીએસઈમાં 2449.50 રૂપિયા પર બંધ થયા હતા. જો કોઈ વ્યક્તિએ 14 ઓગસ્ટ 2003ના કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને કંપનીના શેર ન વેચ્યા હોત તો વર્તમાનમાં તેની કિંમત 6.07 કરોડ રૂપિયા હોત. 


(ડિસ્ક્લેમરઃ અહીં શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં  આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube