300000% તોફાની તેજી, 13 પૈસાથી 400 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર

બોરોસિલ રિન્યૂએબલ્સના સ્ટોકમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 13 પૈસાથી વધી 400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ દરમિયાન કંપનીએ લાખો ટકા રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ અલગ-અલગ પ્રકારના સોલર ગ્લાસ બનાવનારી કંપની બોરોસિલ રિન્યૂએબલ્સના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષોમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેરમાં 300000 ટકાથી વધુની તેજી આવી છે. બોરોસિલ રિન્યૂએબલ્સ (Borosil Renewables) નો શેર આ સમયગાળામાં 13 પૈસાથી વધુ 400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બોરોસિલ રિન્યૂએબલ્સના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 589.55 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 380.05 રૂપિયા છે.
1 લાખના બનાવી દીધા 31 કરોડથી વધુ રૂપિયા
બોરોસિલ રિન્યૂએબલ્સ (Borosil Renewables)ના શેર 31 ઓક્ટોબર 2003ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 13 પૈસા પર હતો. મલ્ટીબેગર કંપનીનો શેર 23 ઓક્ટોબર 2023ના 405.85 રૂપિયા પર બંધ થયો છે. બોરોસિલ રિન્યૂએબલ્સના સ્ટોકે આ દરમિયાન 312000 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 31 ઓક્ટોબર 2003ના બોરોસિલ રિન્યૂએબલ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 31.12 કરોડ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ ₹82.50 નો શેર ₹1404 પર પહોંચી ગયો, લિસ્ટિંગ બાદથી જોરદાર રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ
10 વર્ષમાં સ્ટોકમાં 4600 ટકાનો વધારો
બોરોસિલ રિન્યૂએબલ્સ (Borosil Renewables)ના શેરમાં છેલ્લા 10 વર્ષમાં 4600 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 25 ઓક્ટોબર 2013ના 8.63 રૂપિયા પર હતા. બોરોસિલ રિન્યૂએબલ્સનો શેર 23 ઓક્ટોબર 2023ના બીએસઈમાં 405.85 રૂપિયા પર બંધ થયો છે. જો કોઈ વ્યક્તિએ બોરોસિલ રિન્યૂએબલ્સના શેરમાં 25 ઓક્ટોબર 2013ના 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 47.02 લાખ રૂપિયા હોત. છેલ્લા ત્રણ વર્ષમાં બોરોસિલ રિન્યૂએબલ્સના શેરમાં 340 ટકાનો ઉછાળ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube