નવી દિલ્હીઃ શેર બજારને જોખમ ભર્યો કારોબાર જરૂર માનવામાં આવે છે, પરંતુ તેમાં કોઈને કોઈ એવો શેર હોય છે જે ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દેતો હોય છે. આવા ઘણા ઉદાહરણ છે અને તેમાં એક નવો છે સાત રૂપિયાવાળો સસ્તો શેર. આ સ્ટોકે પાંચ વર્ષથી ઓછા સમયમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. અમે વાત કરી રહ્યાં છીએ એરાયા લાઇફસ્પેસના સ્ટોક (Eraaya Lifespace Stock) ની, જેણે આ સમયમાં 27000 ટકાથી વધુનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્વેસ્ટરોને મળ્યું 27619 ટકાનું રિટર્ન
પોતાના ઈન્વેસ્ટરો માટે સૌથી ઓછા સમયમાં મલ્ટીબેગર બનેલ સ્ટોક એરાયા લાઇફસ્પેસની કિંમત 30 જુલાઈ 2020ના માત્ર 7.58 રૂપિયા હતી અને ધીમી ગતિએ ચાલતા વર્ષ 2024ની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં 100 રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ આ સ્ટોકે ગતિ પકડી અને પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. જુલાઈ 2020થી અત્યાર સુધી આ સ્ટોકે 27619 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 


1 લાખ લગાવનાર બની ગયા કરોડપતિ
આ મલ્ટીબેગર સ્ટોકના પરફોર્મંસના આધાર પર રોકાણ અને નફાની ગણતરી કરીએ તો જો કોઈ ઈન્વેસ્ટરે 30 જુલાઈએ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને હોલ્ડ રાખ્યું હોત તો આજે તેનું ઈન્વેસ્ટમેન્ટ વધીને 27,719,000 રૂપિયા થઈ ગયું હોત. એટલે કે ઈન્વેસ્ટરો માટે કરોડપતિ સ્ટોક બની ગયો છે અને તેણે પાંચ વર્ષથી ઓછા સમયમાં કરોડપતિ બનાવી દીધા છે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!


એક વર્ષમાં કર્યાં માલામાલ
એક તરફ જ્યાં પાંચ વર્ષથી ઓછા સમયમાં સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપતા કરોડપતિ બનાવ્યા છે તો છેલ્લા એક વર્ષમાં ઇરાયા લાઇફસ્પેસ સ્ટોકે 2802.47 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે એક લાખના 29 લાખ રૂપિયા બનાવી દીધા છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 183 ટકાની તેજી આવી છે, જ્યારે છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો છે.


આ મલ્ટીબેગર સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 3169 રૂપિયા છે, જે આ વર્ષે ટચ કર્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 3970 કરોડ રૂપિયા છે. આ સ્મોલકેપ કંપનીનો સ્ટોક ઈન્વેસ્ટરો માટે ફાયદાનો સોદો સાબિત થયો છે.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)