IPO Alert: ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ, 119% રિટર્નનો સંકેત, જાણો વિગત
Upcoming IPO: આવતા સપ્તાહે શેર બજારમાં વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટર 30 જાન્યુઆરીથી તેમાં દાવ લગાવી શકે છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ BLS E-Services IPO open 30 Jan: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થશે. આ આઈપીઓ બીએલએસ ઈ-સર્વિસ લિમિટેડનો છે. કંપનીના આ આઈપીઓમાં ઈન્વેસ્ટર 30 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકશે. મેનબોર્ડ ઈશ્યૂ 1 ફેબ્રુઆરી 2024 સુધી એટલે કે આગામી સપ્તાહના ગુરૂવાર સુધી ખુલો રહેશે. ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 129 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.
310.91 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ
નોંધનીય છે કે કંપનીએ પોતાના આઈપીઓ દ્વારા 310.91 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. એક ઈન્વેસ્ટર લોટમાં અરજી કરી શકશે અને આ બિલ્ડ ઈશ્યૂના એક લોટમાં 108 કંપનીના શેર સામેલ હશે. શેર એલોટમેન્ટને ફાઈનલ રૂપ 2 ફેબ્રુઆરી 2024 એટલે કે આગામી સપ્તાહના શુક્રવારે આપી શકાય છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડને બુક બિલ્ડ ઈશ્યૂના સત્તાવાર રજીસ્ટ્રાર નિમણૂંક કરવામાં આવ્યા છે. આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
આ પણ વાંચોઃ 29મી વખત ડિવિડેન્ડ આપવા જઈ રહી છે કંપની, 1 શેર પર 30 રૂપિયાનો ફાયદો
શું ચાલી રહ્યો છે GMP?
આ વચ્ચે બીએલએસ ઈ-સર્વિસ આઈપીઓનું સબ્સક્રિપ્શન ખુલ્યા પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં કારોબાર માટે ઉપલબ્ધ છે. શેર બજાર જાણકારો અનુસાર બીએલએસ ઈ-સર્વિસના શેરની કિંમત આજે ગ્રે માર્કેટમાં 160 રૂપિયાના પ્રીમિયમ પર છે. તેનો મતલબ છે કે ઈશ્યૂ દમદાર રિટર્ન આપી શકે છે. આવું એટલા માટે કારણ કે કંપનીના આઈપીઓની અપર પ્રાઇઝ બેન્ડ અને જીએમપી પ્રમાણે તેની સંભવિત લિસ્ટિંગ પ્રાઇઝ 295 રૂપિયા છે. એટલે કે ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે 119 ટકા સુધીનો નફો થઈ શકે છે.