નવી દિલ્હીઃ શેર બજારમાં નાની રકમનું રોકાણ પણ ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી શકે છે. એવા ઘણા શેર છે જેણે રોકાણકારોની નાની રકમને થોડા સમયમાં અનેક ગણી વધારી દીધી છે. આવો એક શેર ટૂ-વ્હીલરની ચર્ચિત કંપની ટીવીએસ મોટરનો છે. આ કંપનીના સ્ટોકે છેલ્લા 10 વર્ષોમાં ઈન્વેસ્ટરોને 3100 ટકાનું બ્લોકબસ્ટર રિટર્ન આપ્યું છે. જો રોકાણકારે 10 વર્ષ પહેલા 10 હજારનું રોકાણ કર્યું હોત તો આજે તેની રકમ 3 લાખ થઈ ગઈ હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે શેરની કિંમત
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ પર આ શેરની કિંમત 1342.65 રૂપિયા છે. 12 જૂને શેરની કિંમત 1384.55 રૂપિયા હતી. આ 52 સપ્તાહમાં ઉચ્ચ સ્તર છે. નોંધનીય છે કે ટીવીએસ મોટરનું માર્કેટ કેપ 63000 કરોડ રૂપિયાથી વધુનું છે, જે એક લાર્જકેપ કંપની તરીકે સામેલ છે. 


આ પણ વાંચોઃ ગુજરાતના આ સ્ટેશનો સહિત દેશના કુલ 64 રેલવે સ્ટેશન પર સસ્તામાં મળશે ભોજન


ટાર્ગેટ પ્રાઇઝ શું છે
બજારના એક્સપર્ટ શેર માટે બુલિશ જોવા મળી રહ્યાં છે. જીસીએલ બ્રોક્રિંગે કહ્યુ કે આ શેર 1515 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. જો શેર હોલ્ડિંગની પેટર્ન જોઈએ તો પ્રમોટરોની પાસે 50.27 ટકાની ભાગીદારી છે. વિદેશી રોકાણકારો પાસે કંપનીમાં લગભગ 18.24 ટકાની ભાગીદારી છે. આ કંપની 80 દેશોમાં કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube