નવી દિલ્હી: Multibagger Penny Stocks : કોરોના મહામારી વચ્ચે ભારતીય શેરબજારે (Indian Stock Market) રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં એવા ઘણા શેર આવ્યા છે જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે અને તેઓ મલ્ટિબેગર સ્ટોક્સ (Multibagger Stocks) સાબિત થયા છે. પેની સ્ટોક્સે પણ રોકાણકારોના ખિસ્સા ભરવામાં મોટો ફાળો આપ્યો છે. આવો જ એક પેની સ્ટોક છે Digjam, જે છેલ્લા એક વર્ષમાં મલ્ટિબેગર સાબિત થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8300 ટકાનો નોંધાયો હતો વધારો
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સંબંધિત Digjam શેર એક વર્ષથી ઓછા સમયમાં રૂ. 3.80 રૂપિયાથી વધીને રૂ. 315.65 થયો છે. આ દરમિયાન આ સ્ટોકમાં 8300 ટકાનો વધારો નોંધાયો છે. 1 ફેબ્રુઆરી 2021 ના રોજ, આ સ્ટોક 3.80 રૂપિયાના સ્તરે હતો. 7 જાન્યુઆરી 2022ના રોજ બંધ થયેલા સત્રમાં દિDigjam નો સ્ટોક વધીને રૂ. 315.65ના સ્તરે પહોંચી ગયો છે.


અત્યાર સુધીના હાઇ લેવલ પર
છેલ્લા દોઢ મહિનામાં આ સ્ટોક પર નજર કરીએ તો તે 60 રૂપિયાના સ્તરથી વધીને 315 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગયો છે. આ સમય દરમિયાન તેમાં 500 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. શેરમાં ઝડપી વધારાને કારણે રોકાણકારો માલામાલ બન્યા છે. જો તમે 1 ફેબ્રુઆરી 2021 ના રોજ આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે વધીને 83 લાખ રૂપિયા થઈ ગયા હોત. Digjam નો આ શેર હાલમાં તેના ઉચ્ચ સ્તરે ચાલી રહ્યો છે.


પેની સ્ટોક્સ શું છે?
પેની સ્ટોક્સ ખૂબ જ ઓછી કિંમતના સ્ટોક્સ છે. ભારતીય શેરબજારમાં પેની સ્ટોક્સમાં રૂ. 10ની કિંમતથી નીચેના શેરનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમી બજારોમાં, 5 ડોલરથી નીચેના સ્ટોકને પેની સ્ટોક કહેવામાં આવે છે. આ પ્રકારના સ્ટોકમાં રોકાણ કરવું ખૂબ જ જોખમી માનવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં કેટલાક પેની સ્ટોક્સે ભારતીય બજારમાં જબરદસ્ત વળતર આપ્યું છે.


(Disclaimer: કોઇપણ પ્રકારના રોકાણ કરતાં પહેલાં એક્સપર્ટ પાસેથી જાણકારી લો. ZEE ન્યૂઝ કોઇપણ પ્રકારના રોકાણ માટે તમને સલાહ આપતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube