Multibagger Stock: 36 પૈસા પરથી 80 રૂપિયે પહોંચી ગયો આ શેર, એક વર્ષમાં 50 હજારનું રોકાણ બન્યું 1.11 કરોડ
શેર બજારમાં જોખમ જરૂર હોય છે પરંતુ પ્રોફિટ પણ જબરદસ્ત થાય છે. પેની સ્ટોકમાં સૌથી વધુ રિસ્ક હોય છે પરંતુ જો કોઈ સ્ટ્રોંગ ફંડામેન્ટલવાળો સ્ટોક મળી જાય તો રોકાણકારો એક ઝટકે માલામાલ થઈ જાય છે. આવો જાણીએ એક એવા જ પેની સ્ટોક વિશે જેણે માત્ર એક વર્ષની અંદર રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા.
Multibagger penny stock: શેર બજારમાં જોખમ જરૂર હોય છે પરંતુ પ્રોફિટ પણ જબરદસ્ત થાય છે. પેની સ્ટોકમાં સૌથી વધુ રિસ્ક હોય છે પરંતુ જો કોઈ સ્ટ્રોંગ ફંડામેન્ટલવાળો સ્ટોક મળી જાય તો રોકાણકારો એક ઝટકે માલામાલ થઈ જાય છે. આવો જાણીએ એક એવા જ પેની સ્ટોક વિશે જેણે માત્ર એક વર્ષની અંદર રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા.
એક વર્ષમાં 50 હજારને બનાવી દીધા 1.11 કરોડ
આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર એક વર્ષની અંદર તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. જબરદસ્ત રિટર્નવાળા આ શેરનું નામ છે- કૈસર કોર્પોરેશન લિમિટેડ (Kaiser Corporation). તે નાણાકીય વર્ષ 2022-23 ના આશાસ્પદ મલ્ટીબેગર શેર્સમાંથી એક છે. કૈસર કોર્પોરેશન લિમિટેડના શેરે માત્ર એક વર્ષમાં 22,219 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. હજુ પણ આ શેરમાં દમ જોવા મળી રહ્યો છે કારણ કે આ શેરે આ વર્ષે પણ અત્યાર સુધીમાં 2,651 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
જાણો શેરની પ્રાઈઝ હિસ્ટ્રી
કૈસર કોર્પોરેશન લિમિટેડના શેરની હિસ્ટ્રી શાનદાર છે. 5 મે 2021ના રોજ બીએસઈ પર આ શેર 35 પૈસા પર હતો જ્યારે હાલ તે 80.35 રૂપિયા (13 એપ્રિલ 2022 બીએસઈનો બંધ ભાવ) પર છે. એટલે કે આ સમયગાળામાં તેણે 22,219.44% નું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. હવે વાત કરીએ છેલ્લા છ મહિનાની તો આ શેરે 44 પૈસા (18 ઓક્ટોબર 2021નો બીએસઈનો બંધ ભાવ) થી આગળ વધીને 80.35 રૂપિયા સુધીની મુસાફરી કરી છે. આ દરમિયાન શેરે 18,161.36% નું રિટર્ન આપ્યું.
હજુ પણ શેરમાં છે ઘણો દમ
હવે વાત કરીએ આ વર્ષની તો અત્યાર સુધીમાં આ શેરે 2,651.71% નું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં પણ આ શેરે શાનદાર પ્રદર્શન કરતા 33.70 (17 માર્ચ 2022 બીએસઈ બંધ ભાવ)થી આગળ વધીને 80.35 રૂપિયા પર આવ્યો. એટલે કે એક મહિનામાં તેણે 138.43% રિટર્ન આપ્યું છે. એટલું જ નહીં જો તમે હજુ પણ તેના પર દાવ લગાવવા માંગતા હોવ તો લગાવી શકો છો. કારણ કે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 21.37% ઉપર આવ્યો છે.
રોકાણકારો થયા માલામાલ
કૈસર કોર્પોરેશન લિમિટેડના શેર પ્રાઈસની હિસ્ટ્રી મુજબ જો કોઈએ વર્ષ પહેલા આ સ્ટોકમાં 36 પૈસાના હિસાબે 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 1.11 કરોડ રૂપિયા હોત. જ્યારે કોઈએ તેનામાં 6 મહિના પહેલા 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો રોકાણ 91.30 લાખ રૂપિયા થઈ ગયા હોત. એટલે સુધી કે કોઈ રોકાણકારે આ શેરમાં આ વર્ષે 50 હજાર રૂપિયા લગાવ્યા હોત કે લગાવ્યા હશે તો તેની રકમ આજે 13 લાખ રૂપિયા થઈ ગઈ હશે.
જાણો કંપની વિશે
હવે જાણીએ આ કંપની વિશે. સપ્ટેમ્બર 1993માં મુંબઈમાં આ કંપનીની સ્થાપના થઈ હતી અને માર્ચ 15 1995માં કંપનીને કૈસર પ્રેસ લિમિટેડ નામથી પબ્લિક લિમિટેડ કંપની તરીકે ઓળખ મળી હતી. ત્યારબાદ 5 નવેમ્બર 2013ના રોજ કંપનીનું નામ બદલીને 'કૈસર કોર્પોરેશન લિમિટેડ' કરી દેવાયું. આ કંપની લેબલ, સ્ટેશનરી, આર્ટિકલ્સ, પત્રિકાઓ, અને કાર્ટનનું કામ કરે છે. આ ઉપરાંત તે એન્જિનિયરિંગનો સામાન, ઈલેક્ટ્રિક અને મિકેનિકલ હીટ ટ્રેસિંગ અને ટર્નકી પ્રોજેક્ટ્સમાં પણ કામ કરે છે.
Indian Railways: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે કેવી રીતે મળી શકે કન્ફર્મ લોઅર બર્થ? IRCTC એ જણાવ્યો નિયમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube