ગજબનો પેની સ્ટોક! આ વ્યક્તિએ 5 મહિનામાં કમાઈ લીધા 48,76,50,000 રૂપિયા, માત્ર ₹56 નો છે શેર
વિજય કેડિયાએ માર્ચ 2023માં 14.95 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર 1,00,00,000 શેર અને જૂન 2023માં 33.75 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર અન્ય 30,00,000 શેર ખરીદ્યા.
Patel Engineering LTD Share: મલ્ટીબેગર પેની સ્ટોક પટેલ એન્જિનિયરિંગ લિમિટેડના શેર શુક્રવારે 2.10 ટકા વધીને 58.40 રૂપિયા પ્રતિ શેરના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા હતા. ક્લોઝિંગ બેલ પર કંપનીના શેર 0.70 ટકાના ઘટાડા સાથે 56.80 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર 62 રૂપિયા પ્રતિ શેર છે અને તેનો 52 સપ્તાહનો નીચલો સ્તર 13.15 રૂપિયા પ્રતિ શેર છે. અત્રે જણાવવાનું કે છેલ્લા છ મહિનામાં આ શેર 271.24 ટકા વધી ગયો છે.
વિજય કેડિયા પાસે કંપનાના 1.3 કરોડ શેર
વિજય કેડિયા પાસે આ મલ્ટીબેગર સિવિલ કન્સ્ટ્રક્શન કંપનીમાં કુલ 1,30,00,000 એટલે કે 1.3 કરોડ શેર છે જેની સરારેશ કિમત 19.25 રૂપિયા પ્રતિ શેર છે જેમાં કુલ રોકાણ 25,07,50000રૂપિયા એટલે કે 25.07 કરોડ રૂપિયા જેટલું છે. વિજય કેડિયાએ માર્ચ 2023માં 14.95 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર એક કરોડ જેટલા શેર અને જૂન 2023માં 33.75 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિમત પર અન્ય 30 લાખ શેર ખરીદ્યા છે. શુક્રવારે દિવસના અંતે સ્ટોકની એનએસઈ 56.8 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તેમની પાસે હાલ જે શેર છે તેનું કુલ મૂલ્ય 73,84,00,000 રૂપિયા એટલે કે 73.84 કરોડ રૂપિયા છે. આથી ફક્ત 5 મહિનામાં 73,84,00,000 રૂપિયા - 25,07,50,000 રૂપિયા એટલે કે 48,76,50,000 રૂપિયા થયો.
કંપનીને અનેક મોટા ઓર્ડર
પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને ઓગસ્ટ મહિનામાં અનેક મોટા ઓર્ડર મળ્યા છે. 22 ઓગસ્ટ 2023ના રોજ એક જોઈન્ટ વેન્ચર કંપનીને મધ્ય પ્રદેશના જળ નિગમતી 1275.30 કરોડ રૂપિયાનો શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેની વેલ્યુ 446.36 કરોડ રૂપિયાની છે. 28 ઓગસ્ટ 2023ના રોજ કંપનીને જે વી પાર્ટનર સાથે એનએચપીસી લિમિટેડથી લોટ-4 માટે સિવિલ કાર્યોના નિર્માણ માટે દિબાંગ બહુઉદ્દેશ્ય પરિયોજના માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube