Sri Adhikari Brothers Penny Stock: દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત નકારાત્મક રિટર્ન મળી રહ્યું છે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન 200 કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ કંપનીઓના શેરમાં 300 ટકાથી 65000 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને જબરદસ્ત વળતર મળી રહ્યું છે. નાની કંપનીઓના શેરમાં થયેલા વધારાના ડેટાને જોતા એવું લાગે છે કે રોકાણકારો મોટી કંપનીઓને બદલે નાની કંપનીઓ પર ધ્યાન આપી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન 200 માંથી 99 કંપનીઓનું નેટ સેલ 10 કરોડ રૂપિયાથી ઓછું છે. આ આંકડો તેમની માર્કેટ વેલ્યૂ કરતા ખૂબ જ ઓછું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 કંપનીઓના શેરોએ આપ્યું જબરદસ્ત રિટર્ન
નાની કંપનીઓના શેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી ખૂબ જ તેજીથી ઉથલપાથલ જોવા મળી હતી. આ દરમિયાન લગભગ 200 કંપનીઓના શેરની કિંમત 300% થી લઈને 65,000% સુધી વધી ગઈ છે. રોકાણકારોએ એવી કંપનીઓ તરફ વધુ ઝુકાવ દર્શાવ્યો છે કે જેમની કમાણી ઘણી ઓછી છે અથવા જેના વિશે વધુ જાણકારી નથી. જ્યારે શેરબજાર ઝડપથી વધી રહ્યું હોય ત્યારે કેટલાક શેરોમાં ઝડપથી વધારો થાય તે સામાન્ય બાબત છે. જે 200 કંપનીઓના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં વધારો જોવા મળ્યો છે તેમાં સૌથી વધુ વધારો શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝનના શેરમાં જોવા મળ્યો છે.


આ દેશોની સરકાર જનતા પાસેથી નથી લેતી 1 રૂપિયાનો પણ ટેક્સ! જલ્દી ચેક કરો ટેક્સ-ફ્રી દેશોની લિસ્ટ


3 રૂપિયાથી 2198 પર પહોંચ્યો આ શેર
ડિસેમ્બર 2023માં શ્રી અધિકારી બ્રધર્સના શેરની કિંમત 3 રૂપિયા હતી. એક વર્ષ પછી 10 ડિસેમ્બર 2024ના રોજ વધીને આ શેર 2,198 રૂપિયા થઈ ગયો છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે કંપનીનું માર્કેટ કેપ 4,600 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે વર્ષ 2023-24માં તેનો બિઝનેસ માત્ર 3 કરોડ રૂપિયાનો હતો અને તેને 21 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બાદમાં આ કંપનીએ તેના શેરની સંખ્યા ઘટાડી અને 2 એપ્રિલ 2024ના રોજ તેને ફરીથી શેરબજારમાં લિસ્ટેડ કર્યા હતા. આ પછી શેર 41 રૂપિયા પ્રતિ સ્ટોક પર ટ્રેડ થવા લાગ્યો.


આ શેરનું પરફોર્મન્સ ચોંકાવનારું
તેવી જ રીતે પાવર ટ્રાન્સફોર્મર બનાવતી માર્સન્સ કંપનીના શેરે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કંપનીનો વર્ષ 2023-24માં બિઝનેસ માત્ર 6.43 કરોડ રૂપિયા હતો અને 63 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. પરંતુ તેના શેરની કિંમત 4,478% વધી ગઈ અને હવે તેનું માર્કેટ કેપ 3,765 કરોડ રૂપિયા થઈ ગયું છે. આયુષ ફૂડ એન્ડ હર્બ્સનો બિઝનેસ માત્ર રૂ. 60 લાખ હતો અને ગયા વર્ષે તેના શેરની કિંમત 4,155% વધી હતી અને હવે તેનું માર્કેટ કેપ રૂ. 671 કરોડ થઈ ગયું છે. આ બે સિવાય એવી 36 કંપનીઓ છે જેમનો 2023-24માં બિઝનેસ 10 કરોડ રૂપિયાથી ઓછો હતો, પરંતુ ગયા વર્ષે તેમના શેરની કિંમત 1,000%થી વધુ વધી છે.


કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો


આ કંપનીઓના બિઝનેસમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી
HDFC સિક્યોરિટીઝના MD અને CEO ધીરજ રેલીએ ET સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નાની અને ઓછી જાણીતી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહ્યો છે. તમે આને તે જ રીતે જોઈ શકો છો જે રીતે 2007માં ગ્લોબલ ફાઈનાન્સિયલ યર પહેલા રિટેલ ઈન્વેસ્ટરમાં જોવા મળ્યું હતું. ઘણી નાની અને SME કંપનીઓની માર્કેટ કેપ ખૂબ જ ઝડપથી વધી છે. વાસ્તવિકતા એ છે કે તેના વ્યવસાયમાં કોઈ ખાસ સુધારો થયો નથી.


ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'


2024માં 10 કરોડથી ઓછો બિઝનેસ
હિન્દુસ્તાન એપ્લાયન્સીસ, વેન્ટેજ નોલેજ એકેડેમી, BITS, Ace Ingitech, Oswal Yarn, Epic Energy, IMEC સેવાઓ, Scenic Exports (India), અમદાવાદ સ્ટીલક્રાફ્ટ અને Tahmar Enterprises વગેરે જેવી કંપનીઓના શેર પણ એક વર્ષમાં 1,000% સુધી વધ્યા છે. આ તમામ એવી કંપનીઓ છે જેમની આવક નાણાકીય વર્ષ 2024માં 10 કરોડ રૂપિયાથી ઓછી હતી. સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરનું ટ્રેડિંગ બંધ કર્યું. છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરની કિંમતમાં 10,000% થી વધુનો વધારો થયો છે. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીની નાણાકીય વિગતો સાચી ન હતી અને નાણાકીય સ્થિતિને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.