5900% વધી ગયો આ છોટુ શેર, 1 રૂપિયાથી પહોંચ્યો 75ને પાર, 1 લાખના બનાવ્યા 60 લાખ રૂપિયા
સન્મિત ઇન્ફ્રાના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં 5900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ દરમિયાન 1 રૂપિયાથી વધી 75 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 94.74 રૂપિયા છે.
નવી દિલ્હીઃ 1 રૂપિયાની કિંમતનો સસ્તો શેર પાંચ વર્ષથી ઓછા સમયમાં 75 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ સ્મોલકેપ કંપની સન્મિત ઇન્ફ્રાનો શેર છે. કંપનીના સ્ટોકે છેલ્લાં પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને 5900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. સન્મિત ઇન્ફ્રા (Sanmit infra) બાયો-મેડિકલ વેસ્ટના ડિસ્પોઝલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સપ્લાય અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના કંસ્ટ્રક્શન બિઝનેસમાં છે. કંપનીના શ્કોનું 52 સપ્તાહનું હાઈ લેવલ 94.74 રૂપિયા છે. તો સન્મિત ઈન્ફ્રાના સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 52 રૂપિયા છે.
કંપનીના સ્ટોકે 1 લાખના બનાવ્યા 60 લાખ
સન્મિત ઇન્ફ્રા (Sanmit infra) ના સ્ટોક 21 ડિસેમ્બર 2018ના 1.31 રૂપિયા પર હતો. સ્મોલકેપ કંપનીના શેર 6 ઓક્ટોબર 2023ના 78.61 રૂપિયા પર બંધ થયા છે. સન્મિત ઇન્ફ્રાના સ્ટોકે આ દરમિયાન ઈન્વેસ્ટરોને 5900 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 21 ડિસેમ્બર 2018ના સન્મિત ઈન્ફ્રાના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના ઈન્વેસ્ટમેન્ટને બનાવી રાખ્યું હોત તો આજે તેના શેરની વેલ્યૂ 60 લાખ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ 35 પૈસાથી વધી 37 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ
4 વર્ષમાં શેરમાં 2500 ટકાનો વધારો
સન્મિત ઈન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીના શેર 8 નવેમ્બર 2019ના 3 રૂપિયા પર હતા. સન્મિત ઈન્ફ્રાના શેર 6 ઓક્ટોબર 2023ના 78.61 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 2520 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સન્મિત ઇન્ફ્રાના શેરમાં 446 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 43 ટકાની તેજી આવી છે. સન્મિત ઇન્ફ્રાનું માર્કેટ કેપ આશરે 1240 કરોડ રૂપિયા છે.
ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube