Rakesh Jhunjhunwala નો ફેવરેટ સ્ટોક! 86 રૂપિયાનો શેર કરી શકે છે માલામાલ, જાણો કેવી રીતે
Multibagger Stock 2021: શેર બજારના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ એપ્રિલથી જૂન 2021 ની ત્રિમાસિકમાં ફેડરલ બેંક (Federal Bank) માં પોતાની ભાગીદારી લગભગ 0.40 ટકા વધારી દીધી છે.
નવી દિલ્હી: Multibagger Stock 2021: શેર બજારના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ એપ્રિલથી જૂન 2021 ની ત્રિમાસિકમાં ફેડરલ બેંક (Federal Bank) માં પોતાની ભાગીદારી લગભગ 0.40 ટકા વધારી દીધી છે. તેનાથી હવે તેમના પોર્ટફોલિયોમાં ફેડરલ બેંકના 75 લાખ શેર જોડાઇ ગયા છે. એટલે કે બિગ બુલને આ શેર પર વિશ્વાસ છે.
જોકે ગત છ મહિનાથી આ બેકિંગ શેર 70 રૂપિયાથી 95 રૂપિયાની વચ્ચે છે અને ઇન્વેસ્ટર્સને વધુ રિટર્ન (Stock return) આપ્યું નથી, તેમછતાં આ ઝુનઝુનવાલાના મનપસંદ શેરમાં છે. ફેડરલ બેંક (Federal Bank) ની જુલાઇ 2021 ની શેર હોલ્ડિંગના અનુસાર બિગ બુલે એક સ્ટોક પર પોતાનો વિશ્વાસ યથાવત રાખ્યો છે અને ફેડરલ બેંક (Federal Bank) માં પોતાની ભાગીદારીને બનાવી રાખી.
Readymade કપડાં-જૂતા ખરીદવા બનશે મોંઘા, GST દર 5 થી વધીને 12 ટકા થશે
રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગવાળા શેર
તમને જણાવી દઇએ કે રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગવાળા આ સ્ટોક Q2FY22 ને મજબૂત નંબરો બાદ ઉપરની તરફ વધારવાનો ઇશારો કરી રહ્યા છે. તો બીજી તરફ શેર બજારના એક્સપર્ટસનું માની તો ફેડરલ બેંક (Federal Bank) એ મજબૂત કારોબારી મોમેંટમ બતાવ્યું છે અને તેના શેર આગામી સમયમાં મોટો ઉછાળો આપી શકે છે. ફેડરલ બેંક (Federal Bank) એ Q2FY22 માટે મજબૂત બિઝનેસ મોમેંટમ બતાવ્યું છે કારણ કે ત્રિમાસિક આધાર પર તેના એડવાસિસ 3.4 ટકાના વધારા સાથે 1,37,3091 કરોડ રૂપિયા થઇ ગયો છે.
જાણો શું કહે છે રિપોર્ટ?
રિપોર્ટનું માનીએ તો ત્રિમાસિક આધાર પર ડિપોઝિટ 2.5 ટકાની વૃદ્ધિ સાથે 1,68,743 કરોડ રૂપિયા થઇ ગયું છે જ્યારે ત્રિમાસિક આધાર પર CASA રેશિયો 135 બીપીએસ સુધરીને 36.16 ટકા થઇ ગયો છે. અત્યારે બિઝનેસ મોમેંટમમાં સુધારા સાથે સાથે ફેડરલ બેંક માટે એસેટ ક્વોલિટી અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડાની આશા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube