નવી દિલ્હીઃ કોવિડ બાદ શાનદાર રિટર્ન આપનાર સ્ટોકમાં એક નામ બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ (BCL Industries share)નું પણ છે. એફએમસીજી, રિયલ એસ્ટેટ અને કેમિકલ સેગમેન્ટમાં કારોબાર કરનારી આ કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ મલ્ટીબેગર સ્મોલ કેપ કંપનીનો શેર કોવિડ-19ના સમયે થયેલી બિકવાલી બાદ 40 રૂપિયાથી વધી 490 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને 1100 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરમાં હજુ તેજી આવવાની આશા
આ શેરમાં હજુ પણ તેજીની સંભાવના છે. ઇનક્રેડ ઇક્વિટીઝને આ સ્ટોકમાં હજુ વધારાની આશા છે. બ્રોકરેજ ફર્મ અનુસાર સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર્સ આ શેરને 925 રૂપિયાના લોન્ગ ટર્મ ટાર્ગેટની સાથે પોતાના પોર્ટફોલિયોમાં રાખી શકે છે. કંપનીનો શેર આ સમયે 490 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. તેનો મતલબ છે કે શેર હજુ પણ પોતાના ઈન્વેસ્ટરોને 85 ટકાથી વધુ રિટર્ન આપી શકે છે. 


શું છે કંપનીની ખાસ વાતો
કંપનીના પશ્ચિમ બંગાળ સ્થિત નવા પ્લાન્ટે ઉત્પાદન શરૂ કરી દીધુ છે.  ENA બિઝનેસમાં મજબૂત તેજીથી વોલ્યૂમ અને વેલ્યૂ બંનેના ગ્રોથમાં મદદ મળશે. પંજાબમાં 
200klpd ની કેપિસિટીવાળા ઇથનોલ પ્લાન્ટમાં માત્ર એક ક્વાર્ટરનો વિલંબ છે. 


આ પણ વાંચોઃ આવી રહ્યો છે વધુ એક IPO, 200-211 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ, 115 રૂપિયા પહોંચી ગયો GMP


શું છે શેરની ટાર્ગેટ પ્રાઇઝ
શેર બજારના ઈન્વેસ્ટરોને બીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર વિશે સલાહ આપતા ઇનક્રેડ ઈક્વિટીઝે કહ્યું- બીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે બુલ કેસ પરિદ્રશ્યમાં ટાર્ગેટ પ્રાઇઝ 925 રૂપિયા છે. તો બિયર કેસ પરિદ્રશ્યમાં ટાર્ગેટ પ્રાઇઝ 660 રૂપિયા છે. 


1,180.57 કરોડ છે માર્કેટ કેપ
મંગળવારે બપોરે બીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર બીએસઈ પર 0.50 ટકા કે 2.45 રૂપિયાના ઘટાડા સાથે 487.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં હતા. આ શેરની 52 વીક હાઈ કિંમત 536.35 રૂપિયા અને 52 વીક લો પ્રાઇઝ 276.15 રૂપિયા છે. બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1180.57 કરોડ રૂપિયા છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube