35 પૈસાના સ્ટોકે બનાવ્યા કરોડપતિ, એક વર્ષમાં 2300% થી વધુ રિટર્ન, દરરોજ લાગી રહી છે અપર સર્કિટ
Multibagger Stock: મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણ કરવું ઘણીવાર ફાયદાનો સોદો બની જાય છે. આવો એક મલ્ટીબેગર સ્ટોક ઈન્વેસ્ટરો પર પૈસાનો વરસાદ કરી રહ્યો છે. તેણે ખુબ ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ શેર માર્કેટમાં ઘણા શેર ઈન્વેસ્ટરોને ખુબ ઓછા સમયમાં કરોડપતિ બનાવી રહ્યાં છે. તેમાંથી એક શેર છે જેની કિંમત એક રૂપિયાથી પણ ઓછી હતી. આજે આ શેરની કિંમત વધુ નથી. આવો એક શેર ધમાલ મચાવી રહ્યો છે. આ સ્ટોકે ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે. ખાસ વાત છે કે તેમાં છેલ્લાં કેટલાક સમયથી સતત 2 ટકાની અપર સર્કિટ લાગી રહી છે.
અમે જે મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યાં છીએ તેનું નામ બિટ્સ લિમિટેડ (Bits Ltd)છે. એક વર્ષમાં તેણે 2300 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એટલું જ નહીં આ સ્ટોકે 14 મહિનામાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. 14 મહિના પહેલાં આ શેરની કિંમત માત્ર 35 પૈસા હતા. અત્યારે તેની કિંમત 24.41 રૂપિયા છે.
બે મહિનાથી ઓછા સમયમાં પૈસા ડબલ
આ સ્ટોકે બે મહિના કરતા ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 18 સપ્ટેમ્બરે આ શેરની કિંમત 12.32 રૂપિયા હતી. હવે 24.41 રૂપિયા છે. તેવામાં તેણે બે મહિના કરતા ઓછા સમયમાં ઈન્વેસ્ટરોની રકમ ડબલ કરી દીધી છે.
6 મહિનામાં 700 ટકાથી વધુ રિટર્ન
6 મહિનામાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ રિટર્ન 700 ટકાથી વધુ છે. એટલે કે છ મહિનામાં રોકાણકારોના પૈસા સાત ગણા કરી દીધા છે. 6 મહિના પહેલા આ શેરની કિંમત 2.95 રૂપિયા હતા. તેવામાં ત્યારથી લઈને અત્યાર સુધી તેણે 727 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે તેણે એક લાખના રોકાણને આઠ લાખ બનાવી દીધા છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! વર્ષ 2025માં મળશે 50થી વધુ રજાઓનો લાભ
કઈ રીતે બનાવ્યા કરોડપતિ?
સપ્ટેમ્બર 2023માં તેની કિંમત માત્ર 35 પૈસા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી 14 મહિનામાં તેણે આશરે 6874 ટકા રિટર્ન આપ્યું છે. તે સમયે તમે એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તેની કિંમત આશરે 70 લાખ રૂપિયા હોત.
જો તમે 14 મહિના પહેલાં આ કંપનીના દોઢ લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તેની વેલ્યૂ વધીને 1 કરોડ પાર થઈ ગઈ હોત. એટલે કે દોઢ લાખના રોકાણથી 14 મહિનામાં તમે કરોડપતિ બની ગયા હોત.
શું કરે છે કંપની?
કંપનીનું માર્કેટ કેપ રૂ. 273 કરોડ છે. તે દેશ અને વિદેશમાં અનેક પ્રકારની શિક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, કોમ્પ્યુટર સોફ્ટવેર, બિઝનેસ મેનેજમેન્ટ વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કંપનીની આ સેવા કેન્દ્રો, સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ વગેરેમાં પૂરી પાડવામાં આવે છે. આમાં અંતર શિક્ષણ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. કંપની કોર્પોરેટ મેનેજમેન્ટની તાલીમ પણ આપે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)