જો તમે પણ રોકાણ કરવા માટે કોઈ મલ્ટીબેગર સ્ટોકની શોધમાં છો તો ડાયનાકન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ (DSSL) ના શેરો પર નજર રાખી શકો છો. તેણે પોતાના રોકાણકારોને ઓછા સમયમાં શાનદાર રિટર્ન આપ્યું છે. જો કે ગઈ કાલે 15 જાન્યુઆરીના રોજ તેના સ્ટોકમાં 0.94 ટકાનો ઘટાડો થયો હતો અને તે 688.35 રૂપિયાના ભાવે બંધ થયો હતો. પરંતુ કંપનીને હાલમાં જ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આજે આ સ્ટોકના ભાવમાં વધારો થતા હાલ  ભાવ 690.75 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ માઈક્રો કેપ કંપનીની માર્કેટ કેપ 873.73 કરોડ રૂપિયા છે. તેનો 52 વીક હાઈ 847 રૂપિયા અને 52 વીક લો 283.30 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DSSL ને મળ્યો મોટો ઓર્ડર
DSSL ને હાલમાં જ BHEL તરફથી 137 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. આ કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 વર્ષનો છે. કંપનીએ જણાવ્યું કે તેને સમગ્ર ભારતમાં ઓફિસ/ફેક્ટરી માટે ડેસ્કટોપ, વર્ક સ્ટેશન, એલઈડી પ્રોજેક્ટર અને યુપીએસ સહિત હાઈ પરફોર્મન્સવાળા ડિજિટલ વર્કપ્લેસ સોલ્યુશન માટે આ ઓર્ડર મળ્યો છે. BHEL સૌથી મોટી સરકારી પાવર જનરેશન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કંપની છે. 1964માં સ્થાપિત આ કંપનીનું આત્મનિર્ભર ભારતમાં પણ મહત્વનું યોગદાન છે. 


ત્રિમાસિક પરિણામ
ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો Q2FY23 ની સરખામણીમાં Q2FY24 માં શુદ્ધ વેચાણ 10.57 ટકા ઘટીને 220 કરોડ રૂપિયા  થઈ ગયું. જ્યારે પ્રોફિટ બિફોર ટેક્સ 41.67 ટકા વધીને 17 કરોડ રૂપિયા અને નેટ પ્રોફિટ 44.44 ટકા વધીને 13 કરોડ રૂપિયા થઈ ગયો. 


શેરોનું પ્રદર્શન
છેલ્લા 6 મહિનામાં Dynacons Systems and Solutions ના શેરોમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં 60 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે પોતાના રોકાણકારોને 985 ટકાનો શાનદાર નફો કરાવ્યો છે. લોંગ ટર્મની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં તેણે પોતાના રોકાણધારકોને 22375 ટકાનું બંપર રિટર્ન આપ્યું છે. 


જાન્યુઆરી 2014માં કંપનીના એક શેરની કિંમત 3.07 રૂપિયા હતી. જે આજના સમયમાં વધીને 690 રૂપિયા થઈ ગઈ છે. તેનો અર્થ એ થયો કે 10 વર્ષમાં રોકાણકારોના પૈસા 225 ગણા વધ્યા છે. જો તમે 10 વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તમારી રકમ વધીને 2 કરોડ 25 લાખ રૂપિયા થઈ જાત. 


Dynacons Systems & Solutions Ltd (DSSL) એક લીડિંગ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જે સિસ્ટમ ઈન્ટીગ્રેશન, નેટવર્કિંગ સોલ્યુશન, ફેસિલિટી મેનેજમેનેટ સર્વિસ, સિક્યુરિટી સોલ્યુશન અને સોફ્ટવેર સર્વિસીસ આપે છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)