નવી દિલ્હીઃ શેર બજારમાં (Stock Market) ઘણા પેની સ્ટોક્સ એવા હોય છે, જેણે રોકાણકારોને લાખોપતિ કે સીધા કરોડપતિ બનાવી દીધા છે. આ શેરમાં રોકાણકારોને બમ્પર રિટર્ન મળ્યું છે કે રોકાણ કરનાર માલામાલ થઈ ગયા છે. આજે અમે તમને આવા એક શેર (Multibagger Stock) વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં એક લાખ રૂપિયા લગાવનારને બે કરોડથી વધુનું ધમાકેદાર રિટર્ન મળ્યું છે. ક્યારેક આ શેરની કિંમત 35 પૈસા હતી અને આજે 90 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે પણ આ શેરમાં તેજી જોવા મળી છે. શેર બજારમાં બમ્પર રિટર્ન મળે છે તો ક્યારેક નુકસાન પણ થાય છે. તેવામાં કોઈ શેરમાં રોકાણ કરતા પહેલાં એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તમે આર્થિક નુકસાન કરવાથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 પૈસાનો શેર પહોંચ્યો 93 રૂપિયાને પાર
રોકાણકારોને કરોડપતિ બનાવનાર આ શેર લોજિસ્ટિક કંપની ફ્લોમિન ગ્લોબલ લોજિસ્ટિક્સ (Flomic Global Logistis Ltd)નો છે. ફ્લોમિન ગ્લોબલ લોજિસ્ટિક્સના સેરે લોન્ગ ટર્મમાં બમ્પર રિટર્ન આપ્યું છે. સ્ટોકે શોર્ટ ટર્મમાં પણ રોકાણકારોને માલામાલ કર્યાં છે. છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 26000 ટકાનું રિટર્ન મળ્યું છે. આજે ફ્લોમિન ગ્લોબલ લોજિસ્ટિક્સ (Flomic Global Logistis Ltd) નો શેર 93.95 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. 


આ પણ વાંચોઃ પૈસા તૈયાર રાખજો, 25 એપ્રિલે ખુલશે દિગ્ગજ ફાર્મા કંપનીનો IPO,એક ક્લિકમાં જાણો વિગત


આ રીતે રોકાણકારો થયા માલામાલ
ફ્લોમિન ગ્લોબલ લોજિસ્ટિક્સ (Flomic Global Logistis Ltd) 28 માર્ચ 2019ના 35 પૈસાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો આજે 18 એપ્રિલ 2023ના કંપનીના શેર 93.95 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યા છે. તેવામાં જો કોઈ રોકાણકારે તે સમયે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને હોલ્ડ કર્યું હોય તો આજે તેને અઢી કરોડથી વધુનું રિટર્ન મળ્યું હોત. 


બે વર્ષમાં આપ્યું 1400 ટકાથી વધુનું રિટર્ન
છેલ્લાં બે વર્ષમાં સ્ટોકે રોકાણકારોને 1418 ટકાનું રિટર્ન આપ્યું છે. 16 એપ્રિલ 2021ના કંપનીના શેર બીએસઈ પર આશરે 6 રૂપિયાના સ્તર પર હતા. તેવામાં જો બે વર્ષ પહેલાં કંપનીમાં કોઈએ એક લાખનું રોકાણ કર્યું હોત તો તેને આજે 15 લાખ રૂપિયા મળત. નોંધનીય છે કે ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક લિમિટેડ એક લોજિસ્ટિક કંપની છે. આ દુનિયામાં પોતાની સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube