Multibagger Stock: 6 મહિનામાં પૈસા ડબલ... વર્ષમાં ત્રણ ગણો ફાયદો, ગજબનો છે રેલવેનો આ સરકારી શેર!
Multibagger Railway Stock: ભારતીય રેલવે સાથે જોડાયેલો સરકારી શેર સતત બજારમાં કમાલ કરી રહ્યો છે. પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવવામાં સારા સારા શેર તેનાથી પાછળ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેની કાયાપલટ કરવામાં લાગલી છે. મોડી આવતી ટ્રેનોને રેગ્યુલર કરવા માટે માલગાડીઓન અલગ ફ્રેટ કોરિડોર બની રહ્યો છે. વંદે ભારત જેવી નવી ફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેનો ફાયદો રેલવેથી જોડાયેલા શેરના સ્ટોક માર્કેટમાં થઈ રહ્યો છે. આ શેર પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવતા સૌથી સારા મલ્ટીબેગર શેરના લિસ્ટમાં ઉપર જગ્યા બનાવી રહ્યાં છે.
આ કામ કરે છે સરકારી કંપની
આવો એક શેર છે ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (Indian Railway Finance Corporation)નો. આ કંપનીનો કંટ્રોલ રેલ મંત્રાલયની પાસે છે અને મોટા ભાગની ભાગીદારી ભારત સરકારની છે. આ સરકારી કંપનીનું મુખ્ય કામ રેલવે માટે નાણાકીય સંસાધનોનો વિસ્તાર કરવાનું છે. કંપની આ કારણે શેર બજારમાં હાજર છે અને પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે રેલવે માટે ફંડનું મેનેજમેન્ટ કરી રહી છે.
આ પણ વાંચોઃ આઠ મહિનામાં આ 6 શેરોએ કર્યો રૂપિયાનો વરસાદ, જો તમારી પાસે પણ હોત તો ચમક્યું હોત નસીબ
7 દિવસમાં 56 ટકાનો વધારો
આ કંપનીની સ્થાપના ડિસેમ્બર 1986માં થઈ હતી અને તેનું મુખ્યાલય રાજધાની દિલ્હીમાં છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં રૂ. 89,930 કરોડ છે. જો કે આજના ટ્રેડિંગમાં તેના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો હતો અને કિંમત 69 રૂપિયા પર આવી ગઈ હતી, પરંતુ આ પહેલા રેલવેના આ શેરે માત્ર 7 દિવસમાં જ 56 ટકાની જબરદસ્ત રેલી નોંધાવી હતી.
આ રીતે સ્ટોકે ભરી ઉડાન
ભારતીય રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેરમાં છેલ્લા એક મહિનામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં તેની કિંમતમાં 145 ટકાથી વધુનો વધારો થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ શેરની કિંમત માત્ર 6 મહિનામાં બમણાથી વધુ થઈ ગઈ છે. જો એક વર્ષની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોઃ 12 સપ્ટેમ્બરે ઓપન થશે આ ગુજરાતી કંપનીનો IPO,ગ્રે માર્કેટમાં ધમાલ, સારી કમાણીનો સંકેત
ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના સ્ટોકે છેલ્લા કેટલાક સમયમાં શાનદાર ઉડાન ભરી છે કે પોતાના રોકાણકારોના પૈસા છ મહિનામાં ડબલથી વધુ કરી દીધા છે. આ રીતે વર્ષમાં રોકાણકારોના પૈસા ત્રિપલ પણ વધુ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube