ઈલેક્ટ્રિક બસ બનાવનારી દેશની પહેલી કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરોમાં રોકાણકારોને ખુબ રસ જોવા મળી રહ્યો છે. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોને 4609 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે એક વર્ષમાં મૂડીને પાંચ ગણા કરતા વધુ વધારી દીધી. કોરોના મહામારી સમયે 27 માર્ચ 2020ના રોજ આ શેરનો ભાવ 42.35 રૂપિયા જેટલો હતો. હાલની વાત કરીએ તો બીએસઈ પર આ શેરનો ભાવ 2.46 ટકાના વધારા સાથે 1994.30 રૂપિયાના ભાવે ગઈ કાલે બંધ થયો હતો. એક દિવસ પહેલા ઈન્ટ્રા ડેમાં તે 2134.50 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. આ હાઈથી હાલ  તે 6 ટકાથી વધુ ડાઉનસાઈડ છે. કંપનીની આર્થિક સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 5 નાણાકીય વર્ષથી તેનો નફો બમણી-ત્રણગણી સ્પીડથી વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનું વેચાણ
ઓલેક્ટ્રા ગ્રીનટેકનું વેચાણ નાણાકીય વર્ષ 2021ને બાદ કરતા છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં સતત વધી રહેલું જોવા મળ્યું. નાણાકીય વર્ષ 2019માં તેનું વેચાણ 290.3 કરોડ રૂપિયા હતું જે 2020માં વધીને 295.33 કરોડ રૂપિયા થયું. પરંતુ નાણાકીય વર્ષ 2021માં તે ગગડીને 277.22 કરોડ રૂપિયા પર આવી ગયું. જો કે પછીના નાણાકીય વર્ષ 2022માં ઉછળીને 585.43 કરોડ રૂપિયા અને વર્ષ 2023માં તે 1134.41 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. 


વધતો નફો
નફાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019માં તેણે 13.58 લાખ રૂપિયાની શુદ્ધ ખોટ નોંધાવી તી. પરંતુ ત્યારબાદ આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને નાણાકીય વર્ષ 2020માં તેણે 10.7 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો. જે 2021માં વધીને 12.21 કરોડ રૂપિયા પર પહોંચ્યો. વર્ષ 2022માં ઉછળીને 35.7 કરોડ રૂપિયા થયો અને પછી નાણાકીય વર્ષ 2023માં તે 70.7 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. 


કંપનીના કારોબારી વિસ્તારની વાત કરીએ તો તેની નવી ફેસિલિટીમાં જુલાઈ 2024થી પ્રોડક્શન શરૂ થઈ જશે. તેની ક્ષમતા શરૂઆતમાં 5 હજાર બસો બનાવવાની હશે જે વધારીને 10 હજાર બસો સુધી લઈ જવાની છે. કંપનીની યોજના નાણાકીય વર્ષ 2025માં ઓછામાં ઓછી 2500 બસ ડિલિવર કરવાની છે. જાન્યુઆરીની શરૂઆતમાં કંપનીના સીએમડી કેવી પ્રદીપે ખુલાસો કર્યો હતો કે ત્યારબાદ 9 હજાર બસોના ઓર્ડર છે અને તેમાંથી 232 બસોની ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના છમાસિકમાં ડિલિવરી થઈ ચૂકી છે. બીજા છ માસિકમાં 500 બસોની ડિલિવરી થવાની છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube