નવી દિલ્હીઃ પ્રાજ ઈન્ડસ્ટ્રીના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 10 વર્ષમાં આ કંપનીના સ્ટોક્સે 1000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 270 ટકાથી વધુનું વળતર આપી ચૂક્યો છે. 30 નવેમ્બર 2023ના પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના શેર 52 સપ્તાહના હાઈ 650.30 રૂપિયા પર પહોંચ્યા હતા. વર્તમાનમાં આ શેર રેકોર્ડ હાઈથી 24 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. તો 52 સપ્તાહના નિચલા સ્તર 299 રૂપિયાના ભાવથી 66 ટકા ઉપર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ ડિસેમ્બર 2023 ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. તેમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીનો શુદ્ધ લાભ Q3 FY24 માં 13 ટકા વધી 70 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડિસેમ્બર 2023ના સમાપ્ત છેલ્લા ક્વાર્ટર દરમિયાન તે 62 કરોડ રૂપિયા હતો. 


એક્સિસ સિક્યોરિટીઝે પ્રાજ ઈન્ડસ્ટ્રીના શેર પર હોલ્ડ રેટિંગને બદલી બાય રેટિંગ આપી છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે કંપનીને પોતાના બિઝનેસ મોડલથી આવનારા વર્ષોમાં સારો લાભ થશે. બ્રોકરેજ ફર્મે કંપનીના માર્જિનમાં સુધાર થવાને કારણે શેરની ટાર્ગેટ પ્રાઇઝને સંબોધિત કરી 635 રૂપિયા પ્રતિ શેર કરી છે. શુક્રવારે પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના શેર 500.90 રૂપિયા પર બંધ થયો હતો. 20 જુલાઈ 2001માં પ્રાજ ઈન્ડસ્ટ્રીજના શેરની કિંમત માત્ર 25 પૈસા હતી. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે મળશે ત્રણ ફાયદા!, DA બાદ HRA માં પણ થશે વધારો


આ સિવાય બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધર રાઠી અનુસાર ઘરેલૂ ઇથેનોલ, ઘરેલૂ સીબીજી પાઇપલાઇન, 2જી ઇથેનોલ, બાયો-મેન્યુફેક્ચરિંગ, એસએએફ, મલ્ટી ફીડસ્ટોક પ્લાન્ટ જેવી ઘણી તકનીકો પર ધ્યાન કેન્દ્રીય કરી પ્રાજ ઈન્ડસ્ટ્રી પર અમારૂ વલણ સકારાત્મક છે. કંપનીની સેવાઓ અને નિકાસ વધવાથી માર્જિનમાં સુધાર થઈ રહ્યો છે. 


પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ જૈવ-આધારિત તકનીકો અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે. તે ઈથેનોલ પ્લાન્ટને સામાન સપ્લાય કરે છે. આ સિવાય કંપની બાયો એનર્જી અને ઉચ્ચ શુદ્ધતાવાળા જળથી સંબંધિત સોલ્યુશન પ્રદાન કરાવે છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન છે. એટલે તમારા એડવાઇઝરની સલાહ લો.


આ પણ વાંચોઃ Upcoming IPO: આગામી સપ્તાહે ફરી કમાણીની તક, 3 કંપનીઓના ખુલશે આઈપીઓ, જાણો વિગત