મુંબઈઃ શેર બજારમાં એવા ઘણા સ્ટોક્સ છે, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આવો એક શેર પ્રિકોલ લિમિટેડનો છે. આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 14 નવેમ્બર, 2020ના 49.29 રૂપિયાથી વધી 7 નવેમ્બર, 2023ના 360.45 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ત્રણ વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં 600 ટકાથી વધુ છે. જો કોઈ ઈન્વેસ્ટરે કંપનીમાં ત્રણ વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 7 લાખ રૂપિયા થઈ ગઈ હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરના ક્વાર્ટર Q1FY24 માં કંપનીએ 30 જૂન, 2023ના સમાપ્ત ક્વાર્ટર માટે પોતાના નેટ પ્રોફિટમાં 55.09% ની વૃદ્ધિની સાથે 31.94 કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધી હતી. તો પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 20.59 કરોડ રૂપિયા હતા. Q1FY24 માટે કંપનીનું શુદ્ધ વેચાણ 20.31 ટકા વધી 522.10 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે પાછલા વર્ષે આ સમાન ક્વાર્ટરમાં 433.98 કરોડ રૂપિયા હતું. 


આ પણ વાંચોઃ આ શેરે સિસ્ટમ હલાવી દીધી! 1 વર્ષમાં ₹200 કરોડનો કર્યો નફો, રોકેટ સાબિત થયો શેર


પ્રિકોલ લિમિટેડ ડ્રાઇવર ઈન્ફોર્મેશન સિસ્ટમ, વોટર પંપ, ચેન ટેન્શનર, કેબ ટિલ્સ, ઈંધણ સેન્સર, તાપમાન/દબાવ સેન્સર અને વાઇપિંગ સિસ્ટમ જેવી ઘણી પ્રોડક્ટ્સના પ્રોડક્શનમાં છે. કંપનીએ પોતાનો કારોબાર વર્ષ 1974માં શરૂ કર્યો હતો. તેનું મુખ્યાલય કોયંતબુર તમિલનાડુમાં છે. 


આજે પ્રિકોલ લિમિટેડના શેર 366 રૂપિયા અને 360.30 રૂપિયાના ઊંચા અને નિચલા સ્તરની સાથે 363.85 રૂપિયા પર ખુલ્યા હતા. સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 385 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 170.70 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube