₹3 ના શેરનું તોફાન, ₹350 પર આવ્યો ભાવ, ઈન્વેસ્ટરોને દરરોજ ફાયદો
નોંધનીય છે કે સક્સોફ્ટ લિમિટેડના સ્ટોકે દસ વર્ષના સમયગાળામાં લગભગ 10130 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ શેર એપ્રિલ 2023માં 3 રૂપિયાથી હવે 350 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે.
Saksoft Share Price: આઈટી સેક્ટર સાથે જોડાયેલી કંપની સક્સોફ્ટ લિમિટેડના સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ શેરની કિંમત અત્યારે 350 રૂપિયાને પાર છે પરંતુ એક સમયે તેનો ભાવ 3 રૂપિયા પર હતો. પરંતુ આ સ્ટોક ઓક્ટોબર મહિનામાં 399.40 રૂપિયા પર પહોંચ્યો હતો. આ 52 સપ્તાહનો હાઈ છે. કંપનીનું માર્કેટ કેપ 3507.50 કરોડ રૂપિયા છે.
10 વર્ષનું રિટર્ન
નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા પ્રમાણે સક્સોફ્ટ લિમિટેડના સ્ટોકે આ દરમિયાન લગભગ 10130 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ શેર એપ્રિલ 2013માં 3 રૂપિયાથી હવે 350 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. તે દેખાડે છે કે દસ વર્ષ પહેલા સ્ટોકમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 10.23 લાખ રૂપિયા મળ્યા હોત.
આ પણ વાંચો- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, આ લોકોને મળશે DAમાં 15% વધારાનો ફાયદો
નાણાકીય વર્ષ 2022માં કંપનીનું ઈક્વિટી પર રિટર્ન 19.86 ટકાથી વધી નાણાકીય વર્ષ 2023માં 20.26 ટકા થઈ ગયું. નોંધનીય છે કે કંપનીના ઓપરેટિંગ રેવેન્યૂમાં વર્ષ દર વર્ષ ટકાનો વધારો થયો છે. તે પહેલા 163 કરોડ રૂપિયા હતો, જે વધીને 190 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન કંપનીનો પ્રોફિટ 31 ટકા વધી 19 કરોડ રૂપિયાથી 25 કરોડ રૂપિયા થઈ ગયો છે.
કોની કેટલી ભાગીદારી
શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર પ્રમોટરોની પાસે કંપનીમાં 66.66 ટકાની ભાગીદારી છે. વિદેશી સંસ્થાગત ઈન્વેસ્ટરો પાસે 3.96 ટકાની ભાગીદારી છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટરો પાસે કંપનીમાં 24.36 ટકા ભાગીદારી છે. નોંધનીય છે કે કંપની વૈશ્વિક આઈટી સર્વિસ અને કંસલ્ટિંગ કંપની છે જે મુખ્ય રૂપથી સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટનમાં સક્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube