Stock To Buy: 1 રૂપિયાના ભાવના આ શેરની કિંમત પહોંચી 2100 પાર, ખરીદવા માટે થઈ રહી છે પડાપડી
Stock To Buy: શેર બજારના રોકાણકારો માટે ધૈર્ય ખુબ જરૂરી છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હોવ અથવા તો રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે.
Stock To Buy: શેર બજારના રોકાણકારો માટે ધૈર્ય ખુબ જરૂરી છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હોવ અથવા તો રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. હાલ બજારની હાલત જોઈએ તો બહુ સારી નથી પરંતુ આ માહોલમાં પણ કેટલાક શેર જબરદસ્ત રિટર્ન આપી રહ્યા છે. આા જ એક સ્ટોકની વાત અમે અહીં કરવાના છે જે અત્યારે આવા સંજોગોમાં પણ ધનની વર્ષા કરી રહ્યો છે. આ શેરે માત્ર ગણતરીના વર્ષોમાં 200000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
એક રૂપિયાનો જાદુઈ શેર
મેજિક રિટર્ન આપનારી કંપની છે બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે ટાયર બનાવે છે. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ પર સારી પકડ છે અને માત્ર ગણતરીના વર્ષોમાં જ 1 રૂપિયાથી વધીને 2100 રૂપિયા સુધીની સફર જોઈ છે. અત્રે જણાવવાનું કે કંપનીના શેરનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 2724.40 રૂપિયા છે અને 52 અઠવાડિયાનું લો લેવલ 1681.95 રૂપિયા છે.
એક લાખના બની ગયા 21 કરોડ કરતા પણ વધુ
બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીના શેર 7 જૂન 2002ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1 રૂપિયાના સ્તર પર હતા જ્યારે અંતિમ ટ્રેડિંગ ડે એટલે કે 24 જૂન 2022ના રોજ બીએસઈમાં 2131 રૂપિયાના સ્તરે શેરના ભાવ બંધ થયા. આ શેરે આ પીરિયડમાં રોકાણકારોને 200000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. ગણતરી કરીએ તો જો કોઈએ 7 જૂન 2002ના રોજ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત અને રોકાણ સુરક્ષિત રાખ્યું હોત તો હાલના સમયમાં શેરનો ભાવ 21.31 કરોડ રૂપિયા થઈ ગયો હોત.
શેરનો ઈતિહાસ
આ શેરે માત્ર 10 વર્ષમાં રોકાણકારોનૈા પૈસાને 17 ગણાથી વધુ કરી દીધા છે. 10 વર્ષ પહેલા જો કોઈ રોકાણકારે કંપનીના શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણ રાખ્યું હોત તો હાલના સમયમાં આ રૂપિયા 17.11 લાખ રૂપિયા થઈ ગયા હોત. છેલ્લા 5 વર્ષમાં બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ 157 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube