Multibagger Stock to Buy: ₹8 રૂપિયાના સ્ટોકે આપ્યું 7000% થી વધુ રિટર્ન, એક્સપર્ટે કહ્યું- ખરીદો, ₹680 સુધી જશે ભાવ
Multibagger Stock to Buy: બિરલાસોફ્ટનો શેર (Birlasoft Ltd)મલ્ટીબેગર શેરમાંથી એક છે. તેણે 2023માં પોતાના ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ Multibagger Stock to Buy: બિરલાસોફ્ટના શેર (Birlasoft Ltd)મલ્ટીબેગર શેરમાંથી એક છે. તેણે 2023માં પોતાના ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે. વર્ષ-દર-તારીખ (YTD)સમયમાં આ આઈટી સ્ટોક લગભગ ₹297.50 થી ₹650 પ્રતિ સ્તર સુધી ગયો છે. તેનો મતલબ છે કે આ વર્ષે અત્યાર સુધી આ સ્ટોકે આશરે 120 ટકાનું રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ પ્રમાણે બિરલાસોફ્ટના સ્ટોકમાં હજુ પણ શાનદાર રિટર્ન આપવાનો દમ છે.
શું છે ડિટેલ?
બિલડાસોફ્ટનો શેર આજે એનએસઈ પર ₹642.80 પ્રતિ શેરના સ્તર પર ખુલ્યો અને ₹659.85 પ્રતિ શેરના ઈન્ટ્રાડે હાઈ સ્તર પર પહોંચ્યો હતો. આ તેનો નવો લાઇફ ટાઈમ હાઈ પણ છે. હકીકતમાં આ મલ્ટીબેગર આઈટી સ્ટોકમાં લાંબા સમયથી તેજીનો ટ્રેન્ડ છે. આ સપ્તાહમાં ત્રણાંથી બે સેશનમાં તે હાઈ લેવલ પર પહોંચી ગયો. સોમવારના સત્રમાં પણ તે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો.
આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા ધૂમ મચાવી રહ્યો છે આ IPO, ગ્રે માર્કેટમાં જોરદાર ડિમાન્ડ, જાણો GMP
શેર બજારના એક્સપર્ટ પ્રમાણે બિરલાસોફ્ટમાં ખરીદનારાની રૂચિ વધી રહી છે કારણ કે નવા વર્ષ 2023ની શરૂઆત બાદ સ્મોલ-કેપ આઈટી સ્ટોકમાં લાંબાગાળા માટે ઈન્વેસ્ટરો રૂચિ લઈ રહ્યાં છે. આઈટી કંપનીઓની આશાથી સારા ક્વાર્ટર પરિણામ રહ્યાં છે. એક્સપર્ટ પ્રમાણે બિરલાસોફ્ટના શેરમાં આગળ પણ તેજી જારી રહી શકે છે કારણ કે એફઆઈઆઈ શુદ્ધ ખરીદાર બની ગયા છે અને તે વર્તમાન તેજીના ટ્રેન્ડમાં આઈટી સ્ટોક પર ધ્યાન રાખી શકે છે.
શું છે ટાર્ગેટ પ્રાઇઝ
બિરલાસોફ્ટના શેરમાં તેજીની આશા કરતા ચોઇસ બ્રોકિંગના કાર્યકારી ડિરેક્ટરે કહ્યું- ચાર્ટ પેટર્ન પર બિરલાસોફ્ટનો શેર સકારાત્મક દેખાઈ રહ્યો છે. તેને 635 પ્રતિ શેરના સ્તર પર મજબૂત સમર્થન મળેલું છે. નજીકના સમયમાં આ શેર 670 રૂપિયાથી 680 રૂપિયા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે બિરલાસોફ્ટના શેરનો મેક્સિમમ રિટર્ન 7,267.83% નો છે. લાંબા સમયમાં તે શેર 8 રૂપિયાથી વધી 655 રૂપિયા પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube