નવી દિલ્હીઃ શેર બજાર (Share Market)માં ઘણા એવા શેર છે, જેણે ખુબ ઓછા સમયમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger Return)આપી માલામાલ બનાવનાર સાબિત થયા છે. આવો એક સ્ટોક વારી રિન્યૂએબલ ટેક્નોલોજી (Waree Renewable Technology)છે, જેણે માત્ર ત્રણ વર્ષમાં એવું બમ્પર રિટર્ન આપ્યું છે કે 1 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટને આ સમયગાળામાં આશરે 80 લાખની નજીક પહોંચાડી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો ઓર્ડર મળતા શેરમાં તોફાની તેજી
વારી રિન્યૂએબલ ટેક્નોલોજી (Waree Renewable Technology)સોલાર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC)ના ક્ષેત્રમાં કામ કરનારી એક દિગ્ગજ કંપની છે. સોલાર પ્રોડક્ટ્સનું સંચાલન કરનારી આ કંપનીને હાલમાં એક મોટો ઓર્ડર મળ્યો છે, તે હેઠળ કંપનીને 52.6 એમપીડબ્લ્યૂ (MPW)સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાના છે અને આ કામને વર્ષના અંત સુધી પૂરુ કરવાનું છે. આ મોટો ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરમાં વધુ તેજી જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ 18 સપ્ટેમ્બરે ખુલશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ 66-70, GMP 35 રૂપિયા


બુધવારે હાઈ લેવલ પર પહોંચ્યો હતો શેર
વારી ગ્રુપની આ કંપનીનો સ્ટોક ઈન્વેસ્ટરોને સતત ફાયદો કરાવી રહ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં જરૂર તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ નવો ઓર્ડર મળ્યા બાદ ફરી શેર ઉપર આવ્યા છે અને બુધવારે તો Waree Renewable Shares એ 1280 રૂપિયાના લેવલ પર પહોંચી 52  વીકના હાઈ પર પહોંચી ગયો હતો. પરંતુ શેર બજારમાં કારોબાર પૂર્ણ થવા પર તેમાં થોડો ઘટાડો થયો અને તે 0.38 ટકાની તેજી સાથે 1238.80 રૂપિયા પર બંધ થયો હતો. 


ત્રણ વર્ષમાં 7900 ટકાનું રિટર્ન
શેર બજારમાં ઓછા સમયમાં જોરદાર રિટર્ન આપનાર આ સ્ટોકે રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા ત્રણ વર્ષમાં એવો વધારો કર્યો છે, જેવો કોઈ શેર લોન્ગ ટર્મમાં પણ ન કરી શકે. વારી રિન્યૂએબલનો સ્ટોક 11 સપ્ટેમ્બર 2011ના માત્ર 15.40 રૂપિયામાં મળી રહ્યો હતો અને હવે આ શેર 7950 ટકાના વધારા સાથે 1238.80 રૂપિયા પર પહોંચી ગયો છે. તેવામાં જો કોઈ ઈન્વેસ્ટરે સપ્ટેમ્બર 2020માં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી હોલ્ડ કર્યું હોત તો આજે તેની કિંમત 80 લાખ રૂપિયા થઈ ગઈ હોત.


આ પણ વાંચોઃ સરકાર મોંઘવારી ભથ્થામાં કરી શકે છે 4 ટકાનો વધારો, સાથે મળશે DA એરિયર


સતત રોકાણકારોને કરી રહ્યો છે માલામાલ
માત્ર ત્રણ વર્ષ જ નહીં, પરંતુ Waree Renewable Stock સતત પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી રહ્યો છે. આ શેરના પરફોર્મંસ પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં તેની કિંમત 6,109.52  ટકા વધી છે અને આ તેજીની સાથે શેર આ સમયગાળા દરમિયાન 1,218.85 રૂપિયા સુધી વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 152 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. તો છેલ્લા છ મહિનામાં આ શેરમાં 101 ટકાનો વધારો જોવા મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube