નવી દિલ્હીઃ શેર બજારમાં જે રોકાણકારોએ સાચા સ્ટોકમાં રોકાણ કર્યું છે તે માલામાલ થઈ ગયા છે. બજારમાં ઘટાડા છતાં આ શેરમાં જોરદાર રિટર્ન મળ્યું છે. આજે અમે તમને આવા એક સ્ટોક (Multibagger Stocks For 2023) વિશે જણાવી રહ્યાં છીએ. જેણે રોકાણકારોને સતત શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેરમાં ત્રણ મહિના પહેલાં જે રોકાણકારોએ 1 લાખનું રોકાણ કર્યું હતું, તેને 36 લાખનું છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. રોકાણકારોને માલામાલ કરનાર આ સ્ટોક ઈયંત્ર વેંચર (Eyantra Ventures)નો છે. ઈયંત્ર વેંચરના શેરમાં સતત તેજી જોવા મળી છે. શેર (Eyantra Ventures Share Price) માં ધડાધડ અપર સર્કિટ લાગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપર સર્કિટ પર બંધ થયો શેર
પાછલા બુધવારે પણ શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે શેર દિવસભર પોતાના અપર સર્કિટ પર બનેલો હતો. સ્ટોક 290.70 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. સ્ટોક (Multibagger Stock)માં રોકાણકારો દ્વારા ભારે ખરીદી જોવા મળી રહી છે. પરંતુ તમે કોઈ શેરમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે જરૂર વાત કરો. આમ કર્યા વગર કોઈ શેરમાં રોકાણ કરવા પર તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. 


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ હાઈ, મોટી કમાણી કરાવી શકે છે આ આઈપીઓ, જાણો દરેક વિગત


ત્રણ મહિનામાં માલામાલ થયા રોકાણકાર
કંપનીના શેરએ રોકાણકારોને છેલ્લા ત્રણ મહિનામાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ શેર 2 જાન્યુઆરી 2023ના 8.45 રૂપિયાના સ્તર પર હતો. વર્તમાન સમયમાં શેરનો ભાવ વધીને 290.70 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવામાં જોવામાં આવે તો છેલ્લા ત્રણ મહિનામાં સ્ટોકે રોકાણકારોને 1400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે ત્રણ મહિના પહેલાં આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેને 36 લાખનું રિટર્ન મળત. આ સ્ટોકે છેલ્લા છ મહિનામાં 3300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આઠ હજાર કરતા વધુ ટકાનું રિટર્ન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube