Multibagger Stocks: સીમેન્ટ સેક્ટરની દિગ્ગજ કંપની જેકે લક્ષ્મી સીમેન્ટના શેર પાછલા સપ્તાહે રેકોર્ડ હાઈ પર હતા અને આ હાઈથી આશરે 7 ટકા તૂટી ચુક્યાં છે. પરંતુ એક્સપર્ટ પ્રમાણે આ ઘટાડાને રોકાણના સારા અવસર તરીકે જોવો જોઈએ. લોન્ગ ટર્મની વાત કરીએ તો તેણે 20 વર્ષમાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવ્યા છે, શોર્ટ ટર્મમાં પણ ફટાફટ પાંચ મહિનામાં 50 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ પ્રમાણે જેકે લક્ષ્મી સીમેન્ટની વધતી માંગથી જોરદાર સપોર્ટ મળશે. તેવામાં વર્તમાન લેવલ પર ઈન્વેસ્ટ કરી 17 ટકાથી વધુ પ્રોફીટ મેળવી શકાય છે. આ શેર આજે બીએસઈ પર 1.41 ટકાના વધારા સાથે 851.85 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 વર્ષમાં 83 હજારના બન્યા 1 કરોડ
જેકે લક્ષ્મી સીમેન્ટના શેર 28 નવેમ્બર 2003માં માત્ર 6.99 રૂપિયામાં મળી રહ્યાં હતા. હવે તે 851.85 રૂપિયા પર છે, એટલે કે માત્ર 20 વર્ષમાં તેણે ઈન્વેસ્ટરોને 83 હજાર રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધા છે. જેકે લક્ષ્મી સીમેન્ટના શેર માત્ર લોન્ગ ટર્મ જ નહીં પરંતુ શોર્ટ ટર્મમાં પણ ધમાલ મચાવી રહ્યાં છે. 31 જુલાઈ 2023ના તે એક વર્ષના નિચલા સ્તર 608.10 રૂપિયા પર હતા. આ લેવલથી પાંચ મહિનામાં તે 50 ટકા ઉછળી 14 ડિસેમ્બર 2023ના 915.35 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો. આ લેવલથી હાલ શેર 7 ટકા ડાઉનસાઇડ છે. 


જેકે લક્ષ્મી સીમેન્ટમાં હવે શું છે ટ્રેન્ડ
સરકાર જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપી રહી છે, તેનાથી સીમેન્ટની માંગમાં ખુબ વધારો થવાનો છે. આ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ માંગ વધી રહી છે. ખાનગી કંપનીઓ ખર્ચ વધારી રહી છે અને લોકો પણ પોતાના ઘર ઝડપથી તૈયાર કરી રહ્યાં છે. આ બધાને કારણે સીમેન્ટની માંગ વધશે જેનાથી જેકે લક્ષ્મીના કારોબારને સપોર્ટ મળશે. આ સિવાય જેકે લક્ષ્મી સીમેન્ટ પોતાની પ્રોડક્શન ક્ષમતા વધારી રહી છે અને ઘણા રણનીતિક નિર્ણયો લઈ રહી છે, જેનાથી પ્રતિ ટન EBIDA પ્રતિ ટન સુધરી નાણાકીય વર્ષ 2025માં 900 રૂપિયા અને નાણાકીય વર્ષ 2026માં 970 રૂપિયા પર પહોંચવાની આશા છે. વર્તમાનમાં આ આંકડો 700 રૂપિયા પર છે. 


આ પણ વાંચોઃ દરેક 1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ અને વિગત


બ્રોકરેજ ફર્મ એક્સિસ ડાયરેક્ટને આશા છે કે નાણાકીય વર્ષ 2023થી 2026 વચ્ચે તેનું રેવેન્યૂ વાર્ષિક આધાર પર 10 ટકા, નેટ પ્રોફિટ 26 ટકા અને EBIDA 24 ટકાના ચક્રવૃદ્ધિ દર (CAGR) થી વધશે. આ બધી વાતોને જોતા બ્રોકરેજે તેને 1000 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ પર ખરીદીનું રેટિંગ આપ્યું છે. 


(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube