Multibagger Stocks: ઈલેક્ટ્રિક બસ બનાવનારી દેશની પ્રથમ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક (Olectra Greentech) ના સ્ટોકમાં ઈન્વેસ્ટરોને સારો રસ રહ્યો છે. ચાર વર્ષથી ઓછા સમયમાં તેણે ઈન્વેસ્ટરોને 4609 ટકાનું રિટર્ન આપ્યું છે તો એક વર્ષમાં મૂડીને પાંચ ગણી વધારી દીધી છે. કોરોના મહામારી સમયમાં 27 માર્ચ 2020ના તેના શેરનો ભાવ 42.35 રૂપિયાના ભાવ પર હતો. આજની વાત કરીએ તો બીએસઈ પર સેના શેર 2.46 ટકાના વધારા સાથે 1994.30 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. એક દિવસ પહેલા ઈન્ટ્રા-ડેમાં તે 2134.50 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. આ હાઈથી શેર 6 ટકાથી વધુ ડાઉનસાઇડ છે. કંપનીના કારોબારી સ્વાસ્થ્યની વાત કરીએ તો છેલ્લા પાંચ નાણાકીય વર્ષથી તેનો નફો ડબલ-ત્રિપલ સ્પીડથી વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું છે  Olectra Greentech નું કારોબારી સ્વાસ્થ્ય
ઓલેક્ટ્રા ગ્રીનટેકનો સેલ્સ નાણાકીય વર્ષ 2021ને છોડી દો તો છેલ્લા પાંચ વર્ષમાં સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019માં તેની સેલ 290.3 કરોડ રૂપિયા હતો, જે આગામી વર્ષ 2020માં વધીને 295.33 કરોડ રૂપિયા પર પહોંચી ગયો પરંતુ 2021માં તે ઘટીને 277.22 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. પરંતુ આગામી નાણાકીય વર્ષ 2022માં તે ઉછળીને 585.43 કરોડ રૂપિયા અને પછી નાણાકીય વર્ષ 2023માં તે 1134.41 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ ₹9 નો શેર એક મહિનાથી કરી રહ્યો છે માલામાલ, ખરીદવા માટે લાગી લાઈન


નફાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019માં તેને 13.58 લાખ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. તેની તબિયતમાં ફરી સુધારો થયો અને તેણે નાણાકીય વર્ષ 2020માં રૂ. 10.7 કરોડનો ચોખ્ખો નફો કર્યો, જે આગામી નાણાકીય વર્ષ 2021માં વધીને રૂ. 12.21 કરોડ થયો, નાણાકીય વર્ષ 2022માં તે વધીને રૂ. 35.7 કરોડ અને પછી વધીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 70.7 કરોડ થયો હતો.


કંપનીના કારોબારી વિસ્તારની વાત કરીએ તો તેની નવી ફેસિલિટીમાં જુલાઈ 2024થી પ્રોડક્શન શરૂ થઈ જશે. તેની ક્ષમતા શરૂઆતમાં 5 બજાર બસો બનાવવાની હશે જેને વધારી 10 હજાર બસો સુધી લઈ જવાશે. કંપનીની યોજના નાણાકીય વર્ષ 2025માં ઓછામાં ઓછી 2500 બસ ડિલીવર કરવાની છે. જાન્યુઆરીની શરૂઆતમાં કંપનીના સીએમડી કેવી પ્રદીપે ખુલાસો કર્યો હતો કે તેની પાસે 9 હજાર બસો ઓર્ડરમાં છે અને તેમાંથી 232 બસોની આ નાણાકીય વર્ષ 2023-2024ના છ મહિનામાં ડિલીવરી થઈ ચૂકી છે. બીજા છ મહિનામાં 500 બસોની ડિલીવરી થવાની છે.