આને કહેવાય રોકેટ! 824 એ પહોંચ્યો આ ગુજરાતી કંપનીનો 6 રૂપિયાનો શેર, જાણીતું છે નામ
Multibagger Stocks: શેરબજારએ ભલે જોખમભર્યો વેપાર છે પણ એમાં કેટલાક શેર એવા પણ હોય છે જે તમને માલામાલ કરી શકે છે. શેરબજારમાં આડેધડ રોકાણ કરતાં પહેલાં તમે સજીને સિલેક્ટેડ શેર પર વેપાર કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો.
Multibagger Stocks: આ મલ્ટિબેગર સ્ટોકનું લિસ્ટ ઘણું મોટું છે જેમાં એક ગુજરાતી કંપનીના શેરનો સમાવેશ થાય છે. આ કંપનીનું નામ પ્રવેગ લિમિટેડ છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આ પ્રવેગ લિમિટેડ એ હોસ્પિટલાલિટી સેક્ટરમાં કામ કરે છે. આ શેરનો ભાવ થોડા સમયમાં જ મલ્ટિબેગર બની ગયો છે.
અમે એટલા માટે કહી રહ્યાં છીએ કે તમે અંદાજો લગાવો કે 5 વર્ષ પહેલાં આ શેરનો ભાવ 6 રૂપિયા હતો આ શેરના ભાવે એક સમયે 824 રૂપિયા સુધીનો કૂદકો માર્યો છે. 17 સપ્ટેમ્બર 2019માં કોરોના સમયે આ કંપનીના શેરનો ભાવ 6 રૂપિયા હતા.. આ કંપનીનો શેર બુધવારે 824 રૂપિયા પર બંધ થયો હતો. આ કંપનીના શેર તમારી પાસે હોય તો હાલમાં તમે લખપતિ નહીં પણ અબજોપતિ બની જશો.
આ પ્રકારે ગણતરી કરીએ તો આ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારોને આ 5 વર્ષમાં 13,510 ટકા વળતર મળ્યું છે. તમને આવા શેરની ટિપ્સ બફેટ કે ઝૂનઝૂનવાલા પણ નહીં આપી શકે. આ સમયાળામાં શેરની ભાવમાં 818 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ કંપનીનું માર્કેટકેર 2130 કરોડ રૂપિયા છે. રોકાણ અને વળતરની વાત કરીએ તો જો કોઈ રોકાણકારે આ કંપનીમાં વર્ષો પહેલાં રોકાણ કર્યું હોય તો 6 રૂપિયાના ભાવે 1 લાખ રૂપિયાના રોકાણ પેટે આજે 1.36 કરોડ રૂપિયાનો માલિક હશે.
(Disclaimer : અમે શેરબજારમાં રોકાણ અંગેની કોઈ પણ ટિપ્સ આપતા નથી. રોકાણ પહેલાં તમે તમારા સલાહકારનો અભિપ્રાય લો એ જરૂરી છે. આ ફક્ત માહિતી છે.)