નવી દિલ્હીઃ શેર બજારમાં ક્યારે કયો શેર ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દે તેની ખબર પડતી નથી. ઘણા નાના સ્ટોકે ઈન્વેસ્ટરોને મોટી કમાણી કરાવી છે. આવો એક મલ્ટીબેગર સ્ટોક છે સ્ટીલ કંપની સૂરજ પ્રોડક્ટ્સનો. આજથી ચાર વર્ષ પહેલા આ શેરની કિંમત 10 રૂપિયા હતી. હવે તેની કિંમત વધીને 477 રૂપિયા (Suraj Products Share Price)થઈ ગઈ છે. છેલ્લા છ મહિનામાં સૂરજ પ્રોડક્ટ્સના સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા લગભગ ડબલ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1991માં શરૂ થયેલી સૂરજ પ્રોડક્ટ્સ એક સ્મોલ કેપ કંપની છે. વર્તમાનમાં સૂરજ પ્રોડક્ટ્સ લિમિટેડનું માર્કેટ કેપ આશરે 245 કરોડ રૂપિયા છે. તો શેરનો પીઈ રેશિયો 17.72 છે, જ્યારે ડિવિડેન્ડ યીલ્ડ 0.31 ટકા છે. પાછલા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે સૂરજ પ્રોડક્ટ્સ લિમિટેડના શેર આશરે 2 ટકાના નુકસાનની સાથે એનએસઈ પર 477 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ શેર આશરે અઢી ટકા મજબૂત થયો છે, જ્યારે એક મહિનામાં તેના ભાવમાં 25 ટકા જેટલી તેજી આવી છે. વર્ષ 2024માં આ શેર અત્યાર સુધી આશરે 16 ટકા મજબૂત થયો છે. 


છ મહિનામાં પૈસા ડબલ
છેલ્લા છ મહિના પ્રમાણે સૂરજ પ્રોડક્ટ્સના શેરમાં 99 ટકાનો વધારો થયો છે. 9 ઓગસ્ટ 2023ના તેના એક શેરનો ભાવ આશરે 240 રૂપિયા હતો, જે વધીને 477 રૂપિયા થઈ ગયો છે. એટલે કે છ મહિનામાં આ શેર ડબલ રિટર્ન આપી મલ્ટીબેગર સ્ટોક્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. તો છેલ્લા એક વર્ષની દ્રષ્ટિએ સ્ટોકે 268 ટકા રિટર્ન આપ્યું છે. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવશે હોળી, પગારમાં થશે વધારો, એરિયર પણ મળશે


4 વર્ષમાં 4 લાખના બની ગયા 47 લાખ
ચાર વર્ષ પહેલા એટલે કે ફેબ્રુઆરી 2020માં તેના એક શેરની કિંમત માત્ર 10 રૂપિયા હતી. હવે 477 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષમાં સૂરજ પ્રોડક્ટ્સના સ્ટોકમાં 5100 ટકા સુધીની તેજી આવી છે. તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે ચાર વર્ષ પહેલા સૂરજ પ્રોડક્ટ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 4,770,000 રૂપિયા થઈ ચૂકી હોત. જો આ રીતે કોઈ ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા મલ્ટીબેગર સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેના પૈસા વધીને 357571 રૂપિયા થઈ ગયા હોત.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)