નવી દિલ્હીઃ એર કૂલર બનાવનારી કંપની સિમ્ફની (Symphony) ના સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. સિમ્ફનીના શેરમાં કેટલાક વર્ષોમાં 259000  ટકાનો વધારો થયો છે. કંપનીના શેર આ સમયમાં 35 પૈસાથી વધીને 900 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સિમ્ફનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1218.95 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 821 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખના બનાવી દીધા 25 કરોડથી વધુ
સિમ્ફનીના સ્ટોકે છેલ્લાં કેટલાક વર્ષોમાં બમ્પર રિટર્ન આપ્યું છે. સિમ્ફની (Symphony)ના શેર 11 જુલાઈ 2003ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 35 પૈસા પર હતા. કંપનીના શેર 23 જૂન 2023ના બીએસઈમાં 908 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિએ 11 જુલાઈ 2003ના સિમ્ફનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણ યથાવત રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની કિંમત 25.9 કરોડ રૂપિયા હોત.


આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં કડાકો, સતત ચોથા દિવસે કિંમતમાં થયો ઘટાડો


26000 ટકાથી વધુની તેજી, સિમ્ફનીના સ્ટોકે કર્યો કમાલ
સિમ્ફનીના શેરમાં છેલ્લાં 15 વર્ષમાં 26721 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 25 જુલાઈ 2008ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 3.38 રૂપિયા પર હતા. સિમ્ફનીના શેર 23 જૂન 2023ના બીએસઈમાં 908 રૂપિયાના સ્તર પર છે. જો કોઈ વ્યક્તિએ 15 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવી દીધા હોત અને આજ સુધી તે રોકાણ જાળવી રાખ્યું હોત તો આજે તેની કિંમત 2.6 કરોડ રૂપિયા હોત.


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં જોખમ હોય છે અને રોકાણ કરતા પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube