નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કંપની ટાટા એલેક્સીના શેરમાં છેલ્લા કેટલાક સમયમાં તોફાની તેજી આવી છે. ટાટા એલેક્સીના શેર 90 રૂપિયાથી વધીને 7500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મલ્ટીબેગર કંપનીએ આ સમયગાળા દરમિયાન 8300 ટકાનું રિટર્ન આપ્યું છે. ટાટા એલેક્સીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 10760.40 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 5708.10 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટીબેગર સ્ટોકે 1 લાખના બનાવ્યા 83 લાખ રૂપિયા
ટાટા એલેક્સીના શેર 28 જૂન 2013ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 90.40 રૂપિયા પર હતા. કંપનીના શેર 28 જૂન 2023ના બીએસઈમાં 7600 રૂપિયા પર બંધ થયા છે. ટાટા એલેક્સીના સ્ટોકે આ પીરિયડમાં 8307 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા ટાટા એલેક્સીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી જાળવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 83.79 લાખ રૂપિયા હોત.


આ પણ વાંચોઃ દરેક શેર પર 550 રૂપિયાનો ફાયદો, આ IPOમાં દાવ લગાવવાની છેલ્લી તક, જાણો વિગત


3 વર્ષમાં આપ્યું 745 ટકાનું રિટર્ન
ટાટા એલેક્સીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં પણ જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 26 જૂન 2020ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 900.20 રૂપિયા પર હતા. ટાટા એલેક્સીના શેર 28 જૂન 2023ના બીએસઈ પર 7600 રૂપિયા પર બંધ થયા છે. ટાટા એલેક્સીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 745 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલા ટાટા એલેક્સીમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 8.44 લાખ રૂપિયા હોત.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન છે અને ઈન્વેસ્ટમેન્ટ પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube