નવી દિલ્હીઃ શેર બજારમાં ઘણા એવા પેની સ્ટોક હોય છે, જે ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપતી હોય છે. આવા સ્ટોકને મલ્ટીબેગર સ્ટોક પણ કહેવામાં આવે છે. આવો એક સ્ટોક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડ  (TRIL)છે. કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામ બાદ આ સ્ટોક પ્રત્યે ઈન્વેસ્ટરોનો જોશ હાઈ થઈ ગયો છે. આજ એટલે કે 10 એપ્રિલે ટીઆરઈઆરએલનો શેર 3.77 ટકાની તજીની સાથે 517 રૂપિયા પર બંધ થયો છે. એક વર્ષમાં આ ગુજરાતી કંપનીએ ઈન્વેસ્ટરોને આશરે 770 ટકા રિટર્ન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડ  (TRIL)એ નાણાકીય વર્ષ 2023-2024ના જાન્યુઆરી-માર્ચ મહિનાના પરિણામ જાહેર કર્યાં છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 4 ગણો વધી 41.62 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2022-2023ના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 9.60 કરોડનો નેટ પ્રોફિટ મેળવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-2024ના ચોથા ક્વાર્ટરમાં કુલ આવક પાછલા વર્ષના સમાન ક્વાર્ટરની 439.50 કરોડ રૂપિયાથી વધી 514 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીનો નાણાકીય વર્ષ 2023-24માં નફો 47.04 કરોડ રૂપિયા રહ્યો, જે નાણાકીય વર્ષ 2022-2023માં 42.35 કરોડ રૂપિયા હતો.


આ પણ વાંચોઃ 61% સુધી ઘટી શકે છે આ શેર, 5 રૂપિયા પર આવી શકે છે ભાવ, એક્સપર્ટે ચેતવ્યા


એક લાખ રૂપિયાના બની ગયા 8 લાખ
ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડ  (TRIL)ના શેરમાં છેલ્લા 12 કારોબારી સત્રથી તેજી છે. એક વર્ષ પહેલા એટલે કે 10 એપ્રિલ 2023ના ટીઆરઆઈએલ શેરની કિંમત 59.45 રૂપિયા હતી. હવે શેર 517 રૂપિયા પર પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં 770 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા આ ગુજરાતી કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 869,638 રૂપિયા થઈ ગઈ હોત.


છેલ્લા એક મહિનામાં ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડ  (TRIL)ના શેરની કિંમતમાં 57 ટકાની તેજી આવી છે. છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકે ઈન્વેસ્ટરોને 204 ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષ 2024માં અત્યાર સુધી સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. આ સમયમાં ટીઆરઆઈએલના શેરની કિંમતમાં 116 ટકાનો વધારો થયો છે.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમ હોય છે, એટલે તમારા એડવાઇઝરની સલાહ લો)