8 રૂપિયાવાળો શેર પહોંચ્યો 800ને પાર, 1 લાખના બનાવી દીધા 1 કરોડ, હજુ પણ તેજીનો સંકેત
Multibagger Stocks: એસી-ફ્રિઝ બનાવનારી કંપની વોલ્ટાસના શેર આવનારા દિવસોમાં તમને ઠંડક આપી શકે છે. બ્રોકરેજ ફર્મે વર્તમાન કિંમત પર શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સલાહ ઈન્વેસ્ટરોને આપી છે.
Multibagger Stocks: એસી-ફ્રિઝ બનાવનારી દિગ્ગજ કંપની વોલ્ટાસના સ્ટોકે લોન્ગ ટર્મના ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. એક સમયે 8 રૂપિયાની કિંમતવાળો આ પેની સ્ટોક 1015 રૂપિયા પર પહોંચી ગયો છે. પરંતુ હવે શેર પોતાના એક વર્ષના હાઈથી ખુબ નીચે આવી ચુક્યો છે. મંગળવાર, 22 ઓગસ્ટે બપોરે આ સ્ટોક 822.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે વર્તમાન સ્તરો પર આ શેરની ખરીદી કરવાની એક સારી તક છે. આવનારા સમયમાં આ શેર ભરી ઊડાન ભરતો જોવા મળી સકે છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈડીબીઆઈ કેપિટલ પ્રમાણે વર્તમાન લેવલ પર પૈસા લગાવી 30 ટકા જેટલો નફો મેળવી શકાય છે.
એક રિપોર્ટ અનુસાર વોલ્ટાસના શેર 25 જુલાઈ 2003ના માત્ર 7.92 રૂપિયામાં મળી રહ્યાં હતા. હવે તેનો ભાવ 800 રૂપિયાને પાર છે. આ રીતે 20 વર્ષમાં મલ્ટીબેગર સ્ટોકે ઈન્વેસ્ટરોના એક લાખ રૂપિયાને એક કરોડ રૂપિયામાં પરિવર્તિત કરી દીધા છે. એટલે આજથી એક વર્ષ પહેલા એટલે કે 19 ઓગસ્ટ 2022ના તે પોતાના 52 વીક હાઈ લેવલ 1050.55 રૂપિયા પર હતો. પરંતુ ત્યારબાદ શેરમાં બિકવાલી હાઈ થઈ અને તે 5 મહિનામાં 30 ટકા નીચે આવી 27 જાન્યુઆરી 2023ના એક વર્ષના નિચલા સ્તર 737.60 રૂપિયા પર આવી ગયો હતો. જાન્યુઆરી બાદ તેમાં રિકવરી થઈ અને હવે તે પોતાના એક વર્ષના નિચલા સ્તરથી આશરે 9 ટકા મજબૂત થઈ ચુક્યો છે.
આ પણ વાંચોઃ Multibagger Shares: 25 હજારથી કરોડપતિ બનાવનાર શેર! 20 વર્ષમાં આપ્યું જોરદાર રિટર્ન
મળી શકે છે 30 ટકા રિટર્ન
બ્રોકરેજ ફર્મ આઈડીબીઆઈ કેપિટલ પ્રમાણે પાછવા 28 સપ્તાહના વીકલી ચાર્જ પર શેર 740 રૂપિયાની આસપાસ અકમ્યુલેશન થઈ રહ્યો છે. આ બેસ બનાવવાનો શરૂઆતી સંકેત છે. આ સિવાય રિલેટિવ સ્ટ્રેન્થ પણ હાયર હાઈ બનેલો રહ્યો. તેનાથી પ્રાઇઝ મૂવમેન્ટને મજબૂતી મળી રહી છે. બ્રોકરેજ પ્રમાણે 825ની ઉપર ગેન ફેન લાઇન્સ હિસાબથી તે આગામી રેજિસ્ટેન્સની તરફ ભાગી શકે છે જે 1050 રૂપિયા છે.
760 રૂપિયા રાખો સ્ટોપલોસ
આઈડીબીઆઈ કેપિટલે ઈન્વેસ્ટરોને આ શેર 800-820 રૂપિયાના સ્તર પર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજનું અનુમાન છે કે આગામી 3-4 મહિનામાં આ શેર 1050 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. સાથે બ્રોકરેજે ઈન્વેસ્ટરોને 760 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપી છે.
(Disclaimer: અહીં શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. તો રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. શેરબજારનું રોકાણ જોખમને અધીન હોય છે એટલે તમે તમારા એડવાઇઝરની સલાહ લો. ઝી 24 જવાબદાર નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube